Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા રાજકોટવાસીઓ પર લાદવામાં આવેલા ૪૧ કરોડના કરબોજને ફગાવી દેવામાં આવ્યો છે. પ્રજાલક્ષી બજેટને પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયાએ આવકાર્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડને અભિનંદન પાઠવ્યા હતા.

ડો.ઉપાધ્યાય, પટેલ અને રાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં રાજકોટની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ૭ બ્રીજ બનાવવા માટે રૂ.૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વાહન પાર્કિંગ ચાર્જની દરખાસ્ત ફગાવી દેવાઈ છે. ૪૧ કરોડનો કરબોજ પણ નામંજુર કરાયો છે. શહેરમાં ૩ નવી હાઈસ્કુલ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. જયુબીલી ગાર્ડનના રીનોવેશનની પણ જાહેરાત કરાઈ છે. હાલ રાજકોટ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે ત્યારે ખરાઅર્થમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટ આપ્યું છે જેને અમે આવકારીએ છીએ. આ બજેટથી રાજકોટનો વિકાસ વધુ વેગવંતો બનશે તેવી અમને આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.