Abtak Media Google News

ખેડૂતોની પ્રગતિ અને કૃષિ ઉત્પાદનમાં વધારો ભાજપનો ધ્યેય: કોંગ્રેસ ખોટી આંકડાકિય માહિતી આપીને ખેડૂતોને ગેરમાર્ગે ન દોરે

ગુજરાતમાં ભાજપ સરકારે ટેકાના ભાવે કપાસ અને મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે. મગફળી માટે કુલ ૧૩૬ કેન્દ્રો પરી ખરીદીનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ૧૧૬ કેન્દ્રો પર ખરીદીની પ્રક્રિયા ચાલુ છે અને ગઇકાલ સુધી ૨૯૮ કરોડ ૭૨ લાખ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. ૬ લાખ ૬૩ હજાર ૮૧ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે, કપાસ માટે ૩૩ કેન્દ્રો પરી આશરે ૪૩ કરોડ રૂપિયા એમ, ૯૧૦૧ ટન કપાસની ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે જો કપાસના ટેકાના ભાજ બજારભાવ કરતા નીચા જશે તો રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્ય સરકારે હસ્તક્ષેપ કર્યો તેી બજારભાવ તા ખાનગી વેપારીઓ પણ રાજ્ય સરકારના ભાવે જ ખરીદી કરી રહ્યા છે અને માર્કેટ યાર્ડમાં પણ મોટા પ્રમાણ વેચાણ કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફી બોનસ પણ જાહેર કરવામાં આવ્યું હતુ તેનો લાભ ખેડૂતો લઇ રહ્યા છે. ગુજરાત સરકારની આ પહેલી ખેડૂતોની આવકમાં વધારો યેલ છે. ખેડૂતોને લાભ અને સંતોષ મળે તે પ્રમાણેના બધા જ પ્રયત્નો ભાજપા કરી રહી છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થલતેજ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.પટેલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સમાજ તેમજ ખેડૂતોને ખોટી આંકડાકિય માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે ત્યારે, ભાજપા કોંગ્રેસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી સત્ય હકીકત ઘર-ઘર સુધી પહોચે તે માટે સરકારી આંકડાકિય માહિતી પત્રિકા સ્વરૂપે વહેચશે અને દિશાહિન કોંગ્રેસમાં જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરશે. કૃષિની વાર્ષિક આવક  ૭ હજાર કરોડી વધીને ૧ લાખ ૩૬ હજાર કરોડ, કૃષિ યાંત્રિકીકરણ માટે ૯૪,૯૬૭ હેક્ટર લાર્ભાીઓને છેલ્લા ૬ વર્ષમાં ૪૫૫ કરોડની સહાય, પાકવિમા માટે દરવર્ષે સરેરાશ ૫૦૬ કરોડ રૂપિયાની સહાય, દેશમાં સર્વ પ્રમ શરૂ કરાયેલ ખેડૂત અકસ્માત વિમા માટે ૧૩૭ કરોડની સહાય, પાક ધિરાણ માટે ૧૨,૧૦૫ કરોડ ફાળવ્યા હતા.પટેલે ગુજરાતમાં ભાજપાના શાસનમાં પશુપાલનમાં જે રીતે ઉન્નતિ ઇ છે તેની વિગતો આપતા જણાવ્યું હતુ કે, ભાજપાના શાસનમાં પશુઘનની સંખ્યામાં ખુબ મોટો વધારો યો છે. ૧૯૯૩માં પશુઘનની સંખ્યા ૧.૯૭ કરોડ હતી જે ૨૦૧૨માં વધીને ૨.૭૧ કરોડ ઇ છે. ૧૯૯૪-૯૫માં પશુ-પક્ષીઓના રસીકરણમાં ૨૦૮.૧૫ લાખ હતી જે વધીને ૪૮૫.૭૦ કરોડ ઇ છે, અગાઉ ૪૪.૫૯ લાખ મેટ્રિક ટન વાર્ષિક દૂધ ઉત્પાદન હતું જે વધીને ૧૨૭.૮૪ લાખ મેટ્રિક ટન યું છે. ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સંખ્યા ૯,૯૧૮ હતી જેમાં ૧૧૫.૧૩ ટકાનો વધારો યો એટલે કે હાલમાં ૧૯,૭૮૮ ઇ છે. અગાઉ માાદિઠ દૂધ ઉપલબ્ધતા૨૮૦ ગ્રામ પ્રતિદિન હતી જ્યારે હાલમાં ૮૪.૬૪ ટકા વધારા સો ૫૧૭ ગ્રામ પ્રતિદિન ઇ છે. કોંગ્રસના શાસનમાં પશુ આરોગ્ય માટે કોઇપણ આરોગ્ય કેન્દ્ર ન હતું ભાજપાના શાસનમાં વર્ષ દરમ્યાન ૪૫૨૩ પશુમેળાનું આયોજન હા ધરીને પશુરોગનું નિદાન કરીને તેમને સારવાર આપવામાં આવે છે.કોંગ્રેસના શાસનમાં ઉર્જા વિભાગનું બજેટ માત્ર ૨૦૦ કરોડ હતુ જે ૪૦ ગણું વધીને ૮૧૦૦ કરોડ યું છે. વાર્ષિક વિજ જોડાણ પહેલા ૧૭૦૦૦ જેટલા અપાતા હતા જે ચાલુ વર્ષે ૧ લાખ ૨૫ હજાર જેટલા જોડાણ આપવામાં આવ્યા છે. પહેલા વિજળીમાં નિયમિતતા ન હતી જે અત્યારે અવિરત પણે ૨૪ કલાક મળી રહે છે. વિજ ઉત્પાદનની ક્ષમતા જે પહેલા કોંગ્રેસના શાસનમાં ૬૦૦૦ મેગોવોટ હતી જે અત્યારે ભાજપાના શાસનમાં ૨૫૨૫૬ મેગાવોટ છે. ગુજરાત રાજ્ય ઉર્જા સરપ્લસ રાજ્ય છે. રૂપિયા ૪૬૩ કરોડની સહાય સોલરપંપ સેટ માટે આપવામાં આવેલ છે. ભાજપા સરકારે છેલ્લા ૧૬ વર્ષમાં કૃષિ માટેના વિજ જોડાણમાં વિજદરમાં કોઇ વધારો કર્યો ની. કોંગ્રેસના શાસનમાં માત્ર ૬૫૬ કરોડની જ વિજબિલ સહાય અપાતી હતી જે આજે છેલ્લા ૩ વર્ષ ૧૪,૮૫૦ કરોડની સહાય અપાય છે. કોંગ્રેસના ૪૨ વર્ષના શાસનમાં કૃષિ વિષયક વિજજોડાણની સંખ્યા ૭ લાખ ૩૩ હજાર હતી તેની સામે ભાજપાના શાસનમાં છેલ્લા ૧૫ વર્ષમાં ૮ લાખ ૩૫ હજાર વિજજોડાણ આપવામાં આવ્યા છે. ભાજપા ઋષિમુનિઓની સંસ્કૃતિને અનુસરે છે. રાષ્ટ્રધર્મ એ અમારો મૂળધર્મ છે. સોમના મંદિરના જીર્ણ્ણોધારના પ્રસંગને ટાંકીને પટેલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ અને નહેરૂ-ગાંધી પરિવાર હંમેશા બિનસાંપ્રદાયિકતાનો આંચળો પહેરીને ફરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.