Abtak Media Google News

ઇંગ્લેન્ડની સ્કુલનું ડેલીગેશન સાત દિવસ માટે શાળાની મુલાકાતે

પંચશીલ સ્કુલ ખાતે ઇગ્લેન્ડના નોર્થશીલ્ડ સીટીની મોન્કહાઉસ  સ્કુલના પ્રિન્સીપાલ મિસીસ લોરા બેગેટ અને શિક્ષક મીસ હોલી સ્કોટ તા. ૧૧-૧૧-૧૭ થી સાત દિવસ માટે શાઇાની મુલાકાતે આવ્યા છે.આ મુલાકાતને ઉદ્ેશ્ય બ્રિટીશ કાઉન્સીલના કનેકટીંગ કલાસ‚મ પ્રોજેકટ હેઠળ મોન્કહાઉસ સ્કુલનું પ્રતિનિધિ મંડળ હાલ શાળાની મુલાકાતે આવ્યા છે. જેનું શાળાના વિઘાર્થીઓ દ્વારા ભારતની સંસ્કૃતિની પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવેલ. આ તકે પંચશીલ સ્કુલમાં વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે.વાડોદરીયાએ મહેમાનોનું શાબ્દીક સ્વાગત કરી શાળાનો પરીચય આપ્યો હતો. આ સેરેમનીમાં સ્કુલના વિઘાર્થીઓ દ્વારા બનાવેલ કાર્ડસ બન્ને મહેમાનોને અર્પણ કરાયા હતા. તેમજ મિસેસ લોરા અને મિસ હોલીએ મોન્ક હાઉસ સ્કુલની માહીતી તેમજ ત્યાંની શૈક્ષણિક પ્રણાલીની માહીતી આપી.આ તકે બંને મહેમાનોએ અબતક મીડીયા સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે અહિંયા આવવાનો ઉદ્દેશ્ય એ છે કે ઇગ્લેન્ડમાં થતી પ્રવૃતિઓ પંચશીલ સ્કુલના વિઘાર્થીઓને શિખવવી તથા અહીંયાની સંસ્કૃતિ અમે શીખીએ અને ઇગ્લેન્ડના વિઘાર્થીઓને શીખવીએ જેથી બંને દેશની સંસ્કૃતિનો આદાન પ્રદાન થાય ?તેઓ કયાં પ્રકારની પ્રવૃત્તિઓ પંચશીલ સ્કુલના વિઘાર્થીઓને શીખવશે તે પુછતાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તો ઇગ્લેન્ડમાં રમાતી રમતો, સાંસ્કૃતિક અંગ્રેજી ગીતો, કવિતાઓ, વાર્તાઓ, ડાન્સ અને શૈક્ષણિક બાબતો અમે પંચશીલ સ્કુલના વિઘાર્થીઓને શીખવવાના છીએ. આ ઉપરાંત તેમણે અહીયા કેવું લાગી રહ્યું છે કે તે વિશે પુછતાં તેમણે જણાવ્યું હતું કે ખુબ જ સારો અનુભવ છે. અહિંયાના વિઘાર્થીઓ દ્વારા જે સ્વાગત કરવામાં આવ્યું છે તે ખુબ જ ગમ્યું છે અને ખુબ જ ઉત્સાહ છે.પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે.વાડોદરીયાએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે આજે પંચશીલ સ્કુલમાં એક અનેરો ઉત્સવ છે જેનું કારણ એ છે કે બ્રિટીશ કાઉન્સીલના કનેકટીંગ કલાસ‚મ પ્રોજેકટ અંતર્ગત ઇગ્લેન્ડના મેન્કહાઉસ સ્કુલના પ્રિન્સીપાલ અને શિક્ષક અમારી શાળા ખાતે સાત દિવસની મુલાકાતે આવ્યા છે. તેમજ તેઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા વિઘાર્થીઓને શિખવવાના છે અને તેઓ પણ ભારતની સંસ્કૃતિ માહિતગાર થવાના છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.