Abtak Media Google News

નો પોલિટીકસપ્લીઝ !!!

જામનગરની બેઠક પર ભાજપની ટિકિટના મજબુત દાવેદાર ધારાસભ્ય હકુભા જાડેજા ભાજપ ટિકિટ ફાળવે તો ફરીથી કોંગ્રેસનો પંજો પકડવાની ફીરાકમાં: પરંતુ, અહેમદ પટેલ સાથે ગદ્દારી તેમની કોંગ્રેસની ટિકિટની દાવેદારીમાં વિઘ્નરૂ

કહેવાય છે કે રાજકારણમાં કાયમ કોઇ મિત્ર નથી હોતા કાયમ કોઇ શત્રુ નથી હોતા માત્ર હિતો જ સર્વોપરી હોય છે. આવી જસ્થિતિ લોકસભાની ચુંટણીના પડધમ વાગતા જામનગરના રાજકીય વર્તુળોમાં થવા પામી છે. ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીમાં જામનગર બેઠક પર સત્તાધારી ભાજપ પક્ષની ટીકી માટે વર્તમાન સાંસદ પુનમબેન માડમ હોટફેવરીટ મનાય રહ્યા છે. ત્યારે અતિ મહત્વાકાંક્ષી મનતા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય હકુભા જાડેજા પણ લોકસભાની ટીકીટ માટે દોડી રહ્યા છે. જો ભાજપ પક્ષ ટીકીટ ન આપે તો ટીકીટ માટે હકુભા ફરીથી કોંગ્રેસનો પંજો પકડે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ઉઠવા પામી છે.

ગુજરાતના રાજકારણમાં ટીકીટોની ફાળવણીમાં  હંમેશા જ્ઞાતિવાદ  મહત્વનું ફેકટર રહ્યું છે. દરેક રાજકીય પક્ષો જ્ઞાતિના આધારે ટીકીટોની વહેંચણી કરે છે. જ્ઞાતિવાદને બેેલેન્સ કરવામાં આવે તો ભાવનગર કે જામનગર લોકસભાની બેઠક ક્ષત્રીય સમાજના ઉમેદવારને ફાળવવામાં આવે છે. જયારે, બીજા વિકલ્પે આ બેઠકો પર બક્ષીપંચ એટલે કે આહિર કે કોળી સમાજના ઉમેદવારને ફાળવવામાં આવે છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણી વખતે મોદીએ જામખંભાળીયાના ધારાસભ્ય પુનમબેન માડમને તેના સાંસદ કાકા વિક્રમભાઇ માડમ સામે ટીકીટ ફાળવીને ‘ઘરનો ભેદી લંકા પાડે’ આ બેઠક છીનવી લીધી હતી.

પરંતુ, પાટીદાર ઇફેકટને ટાળવા ભાજપ આ ચુંટણીમાં બક્ષીપંચ, ક્ષત્રીય તથા અન્ય સર્વણોનો ઉમેદવારોને આગળ કરે તેવી સંભાવનાઓ વ્યકત થઇ રહી છે. ત્યારે ભાવનગરથી બેઠક પર મોદીના વિશ્વાસુ ગણાતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ટીકીટ ફાયનલ ગણાતી હોય જેના વિકલ્પે જામનગરની ટીકીટ ક્ષત્રીય ઉમેદવારને ફાળવવામાં આવે તેવી શકયતાઓ ઉભી થવા પામી છે.

કોથળામાંથી બીલાડુ કાઢવામાં નિષ્ણાંત ગણાતા નરેન્દ્રભાઇ મોદીએ લોકસભાની ચુંટણી પહેલા ક્ષત્રીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિી રીવાબા જાડેજાને ભાજપમાં પ્રવેશ  કરાવ્યો છે. જેથી જામનગરની બેઠક પર ભાજપની ટીકીટના ત્રણ દાવેદારોમાંના એક મનાતા હકુભા જાડેજા ને પોતાને ટીકીટ મળવા પર ખતરો લાગી રહ્યો છે. જેથી હકુભાએ કોંગ્રેસની ટીકીટ મેળવવા માટે કોંગ્રેસ સાથેના પોતાના જુના સંપકો જીવંત કર્યો હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

ટુંકાગાળામાં જામનગરના રાજકારણના અઠંગ ખેલાડી બની ગયેલા હકુભા જાડેજાએ તાજેતરમાં પોતે ભાજપની લોકસભાની બેઠક માટે દાવેદાર હોવાનું દાવો રજુ કરીને ભાજપા હાઇકમાન્ડને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. જેને ગર્ભિત અર્થ એવો પણ કાઢી શકાય કે ભાજપની ટીકીટ ન આપે તો હકુભા કોંગ્રેસની ટીકીટ પર પણ લડી શકે છે.

પરંતુ, ગુજરાત કોંગ્રેસીઓના આકા ગણાતા અહેમદ પટેલ સાથે રાજયસભા ની ચુંટણી વખતે તેમને કરેલી ગદ્દારી જેમની કોંગ્રેસની ટીકીટની દાવેદારીમાં મુખ્ય વિઘ્ન બને તેવી સંભાવનાઓ ઉભી થવા પામી છે. પરંતુ સ્વચ્છ પ્રતિભા અને મતદારોના કામ કરીને આગવી લોકપ્રિયતા ધરાવતા હકુભા કોંગ્રેસે  કાઢયા બાનદ ધારાસભ્યપદેથી હાંકી કાઢયા બાદ પણ ભાજપની ટીકીટ પર બહુમતિથી વિજેતા થયા હતા.

કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જનારા બહુ ઓછા ધારાસભ્યો વિજયી બન્યા હતા. જેમાના એક હકુભા હતાં. જેથી, હકુભા ગમે તે પાર્ટી ની ટીકીટ પર વિજયી બની શકે છે. જે પુરવાર થઇ ગયું છે. પરંતુ તેમના માટે કોંગ્રેસની ટીકીટમાં મોટું વિઘ્ન અહેમદભાઇ પટેલ છે.બળવંતસિંહ રાજપુતે ૨૦૧૭માં યોજાયેલી રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસના અહેમદ પટેલ ના થયેલા વિજયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાયો છે.

આ કેસની સુનાવણીમાં ગઇકાલે હકુભા જાડેજાએ ઉ૫સ્થિત રહીને જુબાની આપી હતી કે કોંગ્રેસના મોટાભગના ધારાસભ્યો અહેમદભાઇ પટેલને રાજયસભાની ટીકીટ આપવાના વિરોધમાં હતા પરંતુ તેમ છતાં પાર્ટીએ તેમને ટીકીટ આપતા નારાજ ધારાસભ્યોએ તેમની વિરુઘ્ધ માં મતદાન કર્યુ હતું.

હકુભાએ જસ્ટીસ બેલા ત્રિવેદી સમક્ષ આ જુબાનીમાં વધુમાં જણાવ્યું હતું કે આ નારાજગીથી જ તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. અહેમદભાઇ પટેલ સામે હકુભાએ ગુજરાત હાઇકોર્ટમાં આપેલી જુબાની તેમને કોંગ્રેસની જામનગર- ટીકીટની દાવેદારીમાં વિઘ્નરુપ બને તેમ છે. જો કે રાજકારણમાં કાયમ કોઇ મિત્ર કે શત્રુ હોતા નથી. તેમ કટ્ટર વિરોધી પક્ષો, સપા-બસપા સાથે બેસી સત્ય હોય શિવસેના વિરોધ છતાં ભાજપ સાથે સમજુતી કરી શકતી હોય તો જામનગરની બેઠક મેળવવા કોંગ્રેસ અને અહેમદભાઇ હકુકાની પક્ષ સાથેની ગદ્વારી માફ કરી શકશે કે કેમ? તે તો સમય જ કહી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.