Abtak Media Google News

જિલ્લામાં ભયનકર રોગચાળા ના વચ્ચે ગાંધી હોસ્પિટલમાં અનેક સમસ્યાઓ

દર્દીઓ ને ગંદગીઓ માં ઈલાજ કરાવવા માટે મજબૂર બનવું પડી રહ્યું ત્યારે આજે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ દવારા હલ્લા બોલ કરવા માં આવીયો

સુરેન્દ્રનગર જિલ્લા માં રોગચાળો વકર્યો છે.ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ ની નગરપાલિકાઓ વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી ભરાયેલા પાણી, કચરાઓના ઢગલાં,ગંદા તળાવો ગંદા કુવાઓ ના કારણે સુરેન્દ્રનગર વઢવાણ માં મચ્છરોની અતિ ભયંકર  ઉત્પતી છે . મચ્છરો ના કરડવાથી ઘરે ઘરે માંદગી ના ખાટલોઓ છે. મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ થી પ્રજા પિડાઈ રહી છે. સરકારી હોસ્પિટલો માં એમ. ડી. ડોક્ટરો નથી એમ. ડી પેથોલોજીસ્ટ નથી. પરિણામે ડેન્ગ્યુ જેવા રોગ ની સારવાર માટે ગરીબ અને મધ્યમ વર્ગ ની પ્રજા ને ઈલાજ માટે ખાનગી હોસ્પિટલ માં એમ.ડી ડોક્ટરોની સેવા લેવી પડે છે. ડેન્ગ્યુ ની તપાસ માટે લોહી નુ પરીક્ષણ માટે  પુરા ₹ ૬૦૦ ખાનગી લેબ માં ચુકવવા પડે છે …

Advertisement

રાજ્ય ના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી, ધારાસભ્ય, સાંસદ ને  મહાત્માં ગાંધી સ્મારક હોસ્પિટલ માં ડોક્ટરો તથા તપાસના સાધનોની સગવડતા કરવા માટે ટપાલો લખી લખી હાથ દુખવા આવ્યા છે. પણ જે હોસ્પિટલ નું નામ રાષ્ટ્ર પિતા  શ્રી મહાત્માં ગાંધી નામથી આવેલ છે ત્યાં જ જરૂરી રોગોની સારવાર માટે ડોક્ટરો જ નથી.ત્યારે અનેક સમસ્યાઓ ના કારણે આજે કૉંગ્રેસ પક્ષ દવારા સુરેન્દ્રનગર જિલ્લા ગાંધી હોસ્પિટલમાં જઈ ને તપાસ હાથ ધરવા માં આવી હતી.ત્યારે કૉંગ્રેસ દવારા અનેક ગાંધી હોસ્પિટલ ની સમસ્યાઓ વચ્ચે હલ્લા બોલ કરવા માં આવીયો હતો.

અને ગુજરાત ની  ભાજપ સરકાર આરોગ્ય સેવા આપવા મા સદંતર નિષ્ફ્ળ ગયેલ હોય, ઘેર ઘેર બીમારી ના ખાટલા, અને અપૂરતા  ડોક્ટર અને સ્ટાફ ની નિમણુંક બાબતે સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેવામાં આવી હતી.ત્યારે આ બાબતે સરકાર અને આરોગ્ય ની આંખ ઉઘડે તેવા પ્રયાસો સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ દવારા કરવા માં આવીયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.