Abtak Media Google News

કેન્દ્ર-રાજ્યની ભાજપ સરકારનાં કાર્યોને મળી રહેલા પ્રચંડ સમર્થનને કારણે હતાશ થયેલ કોંગ્રેસ અશાંતિ અને ભય ફેલાવવાના હીન પ્રયાસો કરે છે

નાગરિકતા કાયદાનાં દેખાવો વખતે શાહઆલમમાં પોલીસ ઉપર બર્બરતાભર્યો હુમલો અને  એબીવીપીના કાર્યાલય પર જઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઉશ્કેરાટ-તોફાનો ફેલાવીને ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસની ઓળખને નુકશાન પહોંચાડવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે એવું જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ પ્રજાલક્ષી મુદ્દા જ નથી એટલે રાષ્ટ્રહિતના મુદ્દામાં અફવાઓ ફેલાવીને કોંગ્રેસ હિંસા ફેલાવવાનું કાર્ય કરી રહી છે. દેશમાં એક પછી એક બની રહેલા ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, કોંગ્રેસ દેશમાં ઉશ્કેરાટ, તોફાન અને હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત સહિત દેશભરમાં જ્યાં-જ્યાં હિંસક પ્રદર્શન-આંદોલન થઈ રહ્યાં છે ત્યાં કોંગ્રેસનાં કાર્યકરો જ જોવા મળી રહ્યાં છે. છેલ્લા કેટલાંક સમયથી કોંગ્રેસ અને ડાબેરીઓનું એકમાત્ર લક્ષ્ય સરકારની કામગીરીનાં વિરોધની આડમાં આમ લોકોમાં ભય ફેલાવીને તેમને મારવા, ફસાવા, હેરાન, પરેશાન કરવાનું છે જેથી દેશમાં અરાજકતાનું વાતાવરણ ઉભું થાય. કોંગ્રેસની નિમ્ન કક્ષાની રાજનીતિ ભારતીય લોકશાહી માટે દુભાગ્યપૂર્ણ છે.

Patto Ban Labs 2

એક તરફ કોંગ્રેસ રાષ્ટ્રની સંપત્તિ અને નાગરિકોને નુકસાન પહોચાડી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ રાષ્ટ્રહિતમાં અને રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રજાહિતના નિર્ણાયક બનીને ઝડપી નિર્ણયો લઈ રહ્યાં છે તેની જનતા સાક્ષી છે. ૨૦૧૯ લોકસભા ચૂંટણી બાદ વિક્રમજનક બહુમતી સાથે વિજયી બનેલું ભાજપ તેમના સંકલ્પપત્ર અનુસાર એક પછી એક રાષ્ટ્રહિતનાં કાર્યો, કાયદાઓ અને યોજનોનો અમલ શક્ય બનાવી રહી છે. જેથી કોંગ્રેસ અને ડાબેરીઓનાં પેટમાં તેલ રેડાયું છે. હતાશ-નિરાશ બની ગયેલા કોંગ્રેસીઓ-ડાબેરીઓ પાસે હવે સરકારનો વિરોધ કરવા મુદ્દા છે જ નહીં એટલે તેઓ અફવાઓ ફેલાવી અરાજકતા ફેલાવે છે. હાલમાં જ કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનના બાળકોના મૃત્યુ અંગેના સમાચારો અને ત્યાંના મુખ્યમંત્રીશ્રી અશોક ગહેલોતના અસંવેદનશીલ નિવેદનોને કારણે રાષ્ટ્રીય મીડિયામાં કોંગ્રેસ બદનામ થઈ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.