Abtak Media Google News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના  રાષ્ટ્રીય સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આજથી બે દિવસ ગુજરાતની મૂલાકાતે આવ્યા છે.  સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતા તેઓનું  સન્માન  કરવામાં આવ્યું હતુ. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ બી.એમ. સંદિપકુમાર પણ રાજકોટની મૂલાકાતે છે.લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો સંગઠન લક્ષી કાર્યક્રમો વધારી રહ્યા છે.

Advertisement

પંચમહાલ અને વલસાડ લોકસભા બેઠકના કાર્યક્રમમાં હાજરી આપશે

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી   અને સાંસદ, ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક આજથી બે દિવસના સંગઠનલક્ષી કાર્યક્રમ અન્વયે પંચમહાલ લોકસભા અને દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર યોજાનાર ‘કાર્યકર સંવાદ’ સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા  શૈલેષભાઈ પરમાર સહિતના અગ્રણીઓ બે દિવસ કાર્યક્રમમાં સાથે જોડાશે.

પંચમહાલ લોકસભા માટે ગોધરા ખાતે યોજાનાર સંગઠન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી  ઉષા નાયડુજી તથા પ્રદેશના સંગઠન પ્રભારી વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

વલસાડ લોકસભાના (અ.જ.જાતિ) માટે ધરમપુર ખાતે યોજાનાર સંગઠન બેઠકમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા, કાર્યકારી પ્રમુખ  ઋત્વિક મકવાણા અને એ.આઈ.સી.સી.ના મંત્રી  ઉષા નાયડુજી તથા પ્રદેશના સંગઠન પ્રભારી વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે.

ધરમપુર લોકસભા બેઠક પંચમહાલ અને વલસાડ લોકસભા બેઠક માટે યોજાનાર અગત્યની બેઠકમાં પી.સી.સી., એ.આઈ.સી.સી. ડેલીગેટ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત સ્થાનિક આગેવાનો, પ્રદેશના પદાધિકારીઓ અને વિશેષ આમંત્રિત ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.