Abtak Media Google News

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ શાહીન બાગ ખાતે પહોંચેલા કોંગ્રેસના નેતાઓ અંગે મિડિયાના મિત્રો સાથે વાતચીત કરતાં જણાવ્યું  હતું કે દિલ્લીના શાહીબાગ વિસ્તારમાં ભારત વિરોધી ભાષણો થતાં હોય  એ જગ્યાએ કોંગ્રેસના નેતાઓ જઈને ગુજરાતની જનતાને શું  સંંદેશો આપવા માંગે છે? તે ખબર પડતો નથી.

Advertisement

થોડા સમય પહેલાં મિડિયાનાં માધ્યમથી ગુજરાતની જનતાએ જોયું  હતું કે,અમદાવાદના શાહઆલમ ખાતે પોલીસ ઉપર બર્બરતાથી પત્થર મારો કરીને હિંસા ફેલાવવાનો પ્રયાસ કર્યોે હતો.શાહઆલમથી શાહીનબાગ સુધી કોંગ્રેસના નેતાઓ શું સંદેશો આપવામાં માંગે છે.?આ ગુજરાતનું કલ્ચર નથી. ગુજરાત શાંતિ-એકતા-વિકાસ અને સામાજીક સમરસતામાં માને છે.

કોંગ્રેસ સીએએ માટે ગેરસમજ અને ઉશ્કેરાટ ફેલાવે છે હું ફરીથી અપીલ કરૂ છું કે સીએએ  કોઈ પણ ભારતીય નાગરિકને અસર કરતો નથી કે લાગુ પડતો નથી માત્રને  પાકિસ્તાન,અફઘાનિસ્તાન અન બાંગ્લાદેશના લઘુમતિઓ,શરણાર્થીઓ કે જેવો પિડીત છે એમને નાગરિકતા આપવાની વાત છે.અહીંયા કોઈની  નાગરીકતા પછી લેવાની વાત જ નથી.

કોંગ્રેસ જે રીતે એક પ્રકારના ઝેરી પ્રચાર દ્વારા કે અન્ડર કરંટથી પડયંત્ર કરી રહી છે. જેનાથી દેશને નુકશાન છે અને દેશની એકતાને નુકશાન છ સીએએ રાષ્ટ્રઘર્મ અને માનવધર્મ આધારીત કાયદા છે તેમ છતાંય કોંગ્રેસ લોકોમાં ગેરસમજ ફેલાવીને વેરઝેર-ઉશ્કેરાટ અને ભાગલાવાદી મનોવૃતિથી  દેશને નુકશાન કરવાનો એક ખતરનાક ખેલ ખેલીને પોતાનાં રાજકીય રોટલાં શેકી રહી છે.કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી શકે છે પરંતુ ભારત વિરોધી વાત ન કરી શકે અને ભારત વિરોધી અને દેશને તોડવાનાં આંદોવલન કે કાર્યક્રમમાં ન જવું જોઈએ  કોંગ્રેસ દેશને જોડવાનાં કાર્યક્રમો, નિવેદનો કરતી નથી.પરંતુ દેશને તોડવાની વાત કરે છે તેમ પંડયા અંતમાં  જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.