Abtak Media Google News

શહેરના લોક વિજ્ઞાન કેન્દ્ર અને વિરાણી બહેરા-મુંગા શાળા દ્વારા યોજાયેલી બે દિવસીય વર્કશોપમાં વિવિધ વિજ્ઞાન નિષ્ણાંતો દ્વારા સરળ ભાષામાં અને પ્રયોગો કરીને વિર્દ્યાીઓને માર્ગદર્શન અપાયું

સૌરાષ્ટ્રમાં બહેરા-મુંગા વિર્દ્યાીઓના શૈક્ષણિક, સામાજિક સહિતના સર્વાગી ઉત્કૃષ્ટ માટે શહેરમાં વિરાણી બહેરા-મુંગા શાળા દાયકાઓી કાર્યરત છે. આ સંસ દ્વારા મુકબધિર વિર્દ્યાીઓમાં વિજ્ઞાન અંગેની સમજ આવે તે માટે વિજ્ઞાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગી યોજાયેલા આ બે દિવસીય વર્કશોપમાં આ વિરાણી બહેરા-મુંગા શાળા ઉપરાંત, અમદાવાદ, નડીયાદ, ભાવનગરના વિર્દ્યાીઓએ ભાગ લીધો હતો.

Advertisement

આ વર્કશોપમાં વિરાણી બહેરા-મુંગા શાળાના ૨૮, ભાવનગરની સંસના ૧૫, નડીયાદની સંસના ૧૫ અને અમદાવાદની સંસના પાંચ વિર્દ્યાીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજ્ઞાન વિષયના નિષ્ણાંતો દ્વારા સરળ ભાષામાં અને પ્રયોગો કરીને આ મુકબધિરોને વિજ્ઞાન અંગેની માહિતી આપી હતી. આયોજકો દ્વારા બહારગામી આવેલા વિર્દ્યાીઓ માટે રહેવા-જમવા સહિતની તમામ વ્યવસઓ કરવામાં આવી હતી.

ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પુરક છે તે સમજવા માટે ખાસ સેમિનાર યોજાયો હતો: ડો. રમેશભાઈ ભાયાણી

લોકવિજ્ઞાન કેન્દ્ર માનદ નિયામક ડો. રમેશ ભાયાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે લોકવિજ્ઞાન કેન્દ્ર પ્રાદેશીક કે જે વિશિષ્ટ દરજજો ધરાવે છે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ જેના ભાગ સ્વ‚પે વિવિધ શાળા કે જયાં બહેરા મુંગા બાળકો અભ્યાસ કરતા હોય તેમને બોલાવી વિજ્ઞાન પ્રયોગો સમજવામાં આવ્યા હતા આ ઉપરાંત શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક વિષય ઉપર પ્રવચનો ગોઠવવામાં આવે છે. સામાન્ય રીતે વિજ્ઞાન જાગૃતી આવે તેવા પ્રયાસો કરવામાં આવે છે. ધર્મ અને વિજ્ઞાન જુદા નથી પરંતુ પુરક છે.

વિઘાર્થીઓમાં નવા જ્ઞાનની સાથે વિચાર શકિત વધે તેવા પ્રયાસો કરીએ છીએ: ડો. શકુંતલા નેને

ભૌતિક વિજ્ઞાનના નિષ્ણાંત ડો. શંકુતલા નેને એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેવો લગભગ ૫૦ વર્ષ થી તેવો કોલેજમાં ભૌતિક શાસ્ત્ર ભણાવ્યું હતું. હાલ તેવો નિવૃત વે. ખાસ તો રાજકોટ વિજ્ઞાન કેન્દ્રમાં જે કાર્ય કરવામાં આવે છે તે સરાહનીય છે. ખાસ તો ધર્મ અને વિજ્ઞાન બન્ને પૂરક છે. આ ઉપરાંત બહેરા મુંગા બાળકો માટે પ્રયોગો શિષ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કે જેથી બાળકોના જીવનમાં નવું જ્ઞાન તેવોને મળે અને આ બાળકોની થીંક પ્રોસેસમાં પણ વિશેષ વિકાસ થાય ખાસ આ પ્રકારનાં આયોજનો થાય તે ખુબ જ જરુરી છે. અને લાભદાયી પણ છે.

કેન્દ્રમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની રૂચિ વધે તેવા અનેક કાર્યક્રમો યોજાય છે: કિશોરભાઈ હેમાણી

સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિશોરભાઈ હેમાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, અમારી સંસના એક અંગ ‚પ લોક વિજ્ઞાન કેન્દ્ર છે. આ કેન્દ્રમાં અનેકવિધ વૈજ્ઞાનિક પધ્ધતિઓ બાળકો માટેની કરવામાં આવે છે. આ કેન્દ્રમાં પાંચ લેબોરેટરી છે. એક વિજ્ઞાન વિષયની ખાસ પુસ્તકાલય છે. જેમાં વિર્દ્યાીઓને ઉચ્ચ શિક્ષણમાં ઉપયોગી ાય તેવા પુસ્તકો મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં અનેક પ્રકારના વ્યાખ્યાનો પણ તાં હોય છે. ખાસ તો બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા ની. તેવા બાળકો માટે વિજ્ઞાન પ્રયોગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. રાજકોટ સહિત ભાવનગર, નડીયાદ, જામનગર, અમદાવાદ, જૂનાગઢ સહિત વિસ્તારની શાળાનાં બાળકો આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.