Abtak Media Google News
  • કેન્દ્ર સરકારની કોચિંગની ગાઈડલાઇન્સ પર ફેડરેશન ઓફ એકેડમીક એસોસિયેશન ગુજરાત સભ્યોની બેઠક
  • સંગઠન રજિસ્ટ્રેશન માટે સહમત ગાઈડલાઇન્સમાં અમુક ફેરફારનો સરકાર તરફથી મળે સહયોગ: પ્રમુખ

Rajkot News
કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ ક્લાસ સેન્ટર અને સંચાલકોને થોડા જ દિવસ પહેલા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી નવી ગાઇડલાઇન્સ અનુસરવાનું સૂચન કર્યું હતું જેમાં ઘણા મુદ્દાઓને સરકારે ભાર આપી કોચિંગ બાબતની માર્ગદર્શિકામાં મૂક્યા છે.

આ મુદ્દાઓમાં કોચિંગ ક્લાસ સેન્ટરને પડતી તકલીફોની સામે સરકારને સકારાત્મક વલણ સાથે ફેરફાર કરવા માટેની રજૂઆત ફેડરેશન ઓફ એકેડમીક એસોસિયેશન ગુજરાતના સભ્યોએ સરકાર સમક્ષ મુકવી છે.જે સંદર્ભમાં બે દિવસ પહેલા ફેડરેશન ઓફ એકેડમીક એસોસિયેશન ગુજરાતના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાની અધ્યક્ષતામાં જનરલ સેક્રેટરી વિશાલ પંડયા સંચાલિત મિટિંગમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત કોચિંગ બાબતની માર્ગદર્શિકાના  દરેક બાબતો પર સકારાત્મક પરિણામલક્ષી વિસ્તૃત ચર્ચા થઈ છે જેના મુદ્દાઓ આ પ્રમાણે હતા.સંગઠન રજિસ્ટ્રેશન લેવા માટે સંપૂર્પણે સહમત છે પણ માર્ગ માર્ગદર્શિકામાં અમુક ફેરફારોની સરકાર તરફથી સહયોગ મળે તેવી આશા સાથેના સુજાવો તૈયાર કર્યા છે.  જે ટૂંક સમયમાં સરકારને મોકલવાનો નિર્ણય બેઠકમાં કરવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરાયેલા સુજાવો,

Consequences Discussion At Faa Meeting: Decision To Forward 14 Recommendations To Govt
Consequences discussion at FAA meeting: Decision to forward 14 recommendations to Govt

(1)  એક અને માત્ર એક જ વિદ્યાર્થીને પણ  ફી લઈને કે ફી લીધા વગર  કે માનદ કોચિંગ પૂરું પાડતી વ્યક્તિ / સંસ્થા / ટ્રસ્ટ માટે પણ આ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું યથાયોગ્ય હોવુ જોઇએ.

(2) પોતાના બાળકને ટ્યુશન / કોચિંગ ની જરૂરિયાત અંગે માતા-પિતા – વાલીના નિર્ણયને  શિરોમાન્ય ગણી,  જે 16 વર્ષની વય અને secondary exam પાસ કરવાની મર્યાદા છે તે દૂર કરવા / અથવા JEE/NEET  જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના foundation કોચિંગ પુરતી વય મર્યાદા મર્યાદિત કરવા આપશ્રીને વિનંતિ.

(3) ઓનલાઇન ટ્યુશન / કોચિંગ આપતી સંસ્થાનાં  શિક્ષક કે ટ્રસ્ટની પ્રવૃત્તિ માટે પણ આ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું અનિવાર્ય છે.

(4) શાળા કે કોલેજ કે કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલ કોઈ પણ વ્યક્તિ કે શિક્ષક આ રજીસ્ટ્રેશન કરાવી શકે નહીં તે યોગ્ય કરવા વિનંતી.

(5) દરેક જિલ્લાના કોચિંગ ક્લાસના  એસોસિયેશન દ્વારા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે સામૂહિક કેરિયર ગાઈડન્સ સેમિનાર તથા પરીક્ષાનો ડર દૂર કરવા અંગેના સેમિનારનું આયોજન કરીને વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગ પૂરું પાડવામાં આવતું હોય આવી સંસ્થા માટે વ્યક્તિગત કાઉન્સિલિંગ ફરજિયાત રાખવાના નિયમોમાં છૂટછાટ આપવી જોઈએ.

Consequences Discussion At Faa Meeting: Decision To Forward 14 Recommendations To Govt
Consequences discussion at FAA meeting: Decision to forward 14 recommendations to Govt

(6) 1 સ્ક્વેર મીટર જગ્યા પ્રતિ વિધાર્થી નું માપદંડ શાળા કે કોલેજ માટે પણ ન હોવાથી અમારી માટે તે દૂર કરી યોગ્ય કરવા વિનંતી. ( 5 થી 6 sqft/student યોગ્ય છ).

(7) આ ટ્યુશન કે કોચિંગ અંગેની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ગુજરાત રાજ્યના / જિલ્લા કક્ષાએ બનતી સરકારી સભ્યોની ટીમમાં અમારા સંગઠનના સભ્યોને આ ગાઈડલાઈન કાર્યરત કરાવવા સહભાગી બનાવવા વિનંતી.

(8) ટ્યુશન માટે સરકારી પ્રયત્ન ને સ્વરૂપે ચાલતા બાયસેગના કાર્યક્રમો તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા ચાલતા પ્રયત્નોને વધુ પ્રોત્સાહિત કરવા અમોને આપની સાથે સહભાગી બનાવવા આપને નમ્ર  ગુજારીશ કરીએ છીએ.

(9) ટ્યુશન અધિનિયમ અને RTE મુજબ કોઈપણ શાળાના શિક્ષકો શાળાના સમયમાં કે સમય બાદ , વેતન કે અવેતન, શાળાના સંકુલ કે શાળાના સંકુલ બહાર કોઈપણ પ્રકારનું ટ્યુશન કરી શકે નહીં.

(10) ફેડરેશન રજિસ્ટર્ડ એસોસિએશન હોવાથી બાર કાઉન્સિલ, ફાર્મસી કાઉન્સિલની જેમ આપણને જ નોડલ એજન્સી બનાવવામાં આવે અથવા આપણા પ્રતિનિધીને સરકારી રજિસ્ટ્રેશન ઓથોરિટીમાં નિર્ણય માટે સામેલ કરવામાં આવે

(11) રજિસ્ટ્રેશન નિ:શુલ્ક અને કોચિંગ ક્લાસ બંધ ત્યારે surrender કરવાનું હોવું જોઈએ, GST તથા ઇન્કમ ટેક્સની જેમ.

(12) સરકારને કોચિંગ ક્લાસ રિપોર્ટ/રેકોર્ડ submission કરવાને બદલે inspection વખતે રજૂ કરશે.

(13) જગ્યા ફેરબદલાના કિસ્સામાં માત્ર અગાઉ જાણ કરવાની રહેશે.

(14) અપીલ ઓથોરિટી કે ટ્રિબ્યુનલની રચના થાય નહીં ત્યાં સુધી કોઈની રજિસ્ટ્રેશન અરજી નામંજુર કે રદ કરવામાં ના આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.