Abtak Media Google News
  •  ચેરમેન શામળભાઈ પટેલ બિનહરીફ જાહેર થતાં સમર્થકોમાં આનંદ
  • હાઈકોર્ટના ચુકાદાને પડકારવાની હલચલ વચ્ચે ડેરીની ચૂંટણીમાં કુલ ૧૩૨ ફોર્મ ભરાયાં હતાં

સાબરકાંઠા ન્યૂઝ : હાઈકોર્ટે સાબરડેરીમાં જનરલ ચૂંટણી યોજવા હુકમ કર્યા બાદ ૨૧ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો ભરાયા હતા હાઈકોર્ટના ચુકાદાને પડકારવાની હલચલ વચ્ચે ડેરીની ચૂંટણીમાં કુલ ૧૩૨ ફોર્મ ભરાયાં હતાં જેની શુક્રવારે ચકાસણી થયા બાદ ૨૬ ફેબ્રુઆરી સોમવારે માન્ય ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલ ઝોન-૧૫ બાયડ-૧ માંથી અને પટેલ જયંતિભાઈ ભીખાભાઈ ઝોન -૧૨ મેઘરજ આ બંને ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

વિગતવાર વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ડેરીની ચૂંટણી લડવા બંને જીલ્લાના સહકારી આગેવાનો ધમપછાડા કરતા હતા . ત્યારે એકાએક સાબરડેરીના લાંબા ચૂંટણી કાર્યક્રમનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ સહકારી આગેવાનોએ થોડોક હાશકારો લીધો હતો અને ત્યારબાદ ૧૨ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન ૧૩૨ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં ડેરીના ૧૬ પૈકી ૧૫ જુના ડિરેક્ટરએ પણ ઉમેદવારી પત્રો ભર્યા છે.

જેમાં સાબરકાંઠા બેંક અને ડેરીના પૂર્વ ચેરમેન મહેશ અમિચંદ પટેલે તલોદ અને પ્રાંતિજ આમ બે ઝોનમાં ઉમેદવારી નોંધાવી હતી છેલ્લા દિવસે ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલ,કાંતિભાઈ પટેલ,ધવલસિંહ ઝાલા અને પિટિશન કરતા રણજીતસિંહ સોલંકી વગેરેએ ઉમેદવારી પત્રો ભર્યા હતા જ્યારે પાંચથી વધુ ઉમેદવારોએ બબ્બે ઉમેદવારી પત્ર ભર્યા હતા ત્યારે આ ઉમેદવારી પત્રોની ચકાસણી શુક્રવારના રોજ ચુંટણી અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમા સોમવારના રોજ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

જેમાં કુલ ૭૯ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જ્યારે બે ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બિન હરીફ ઉમેદવારમા ઝોન ૧૨ મેઘરજ વિભાગમાં જયંતીભાઈ ભીખાભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા હતા અને ઝોન ૧૫ બાયડ-૧ માંથી ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ જેઓ બાયડ ખાતેથી ચૂંટણી લડી રહ્યા હતા તેમની સામેના ઉમેદવાર બાબુ મથુરભાઈ પટેલે શુક્રવારના રોજ ફોર્મ ચકાસણી સમયે શામળભાઈ પટેલના ઉમેદવારી પત્ર સામે લેખિતમાં વાંધો રજૂ કરતાં બંને જીલ્લાના સહકારી રાજકારણમાં હડકંપ મચી ગયો હતો પરંતુ આ વાંધા અરજી ચૂંટણી અધિકારીએ ગાહય ન રાખતા આખરે સાબરડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના સમર્થકોમાં આનંદનો માહોલ છવાયો હતો.

સંજય દિક્ષિત 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.