Abtak Media Google News

100 યુવાનોના કોચીંગ કલાસીસ 28મીથી શરૂ થશે તાલીમ

ભણી ગણીને કેરીયર બનાવવા માટે યોગ્ય માર્ગદર્શનનું ખુબ મહત્વ હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિ.ના કેરીયર કાઉન્સેલીંગ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા યુવાનોને જીપીએસસી કલાસ 1 અને ર ની તૈયારી કરનાર 100 ઉમેદવારના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત અનેક સફળતાપૂર્વક કાર્યક્રમ અને તેના ફળ સ્વરુપે દરેક પરીક્ષામાં છાત્રો મારફત ઝળહળતી મેળવી મેળવી સીસીડીસીના તાલીમ વર્ગોને અને કાર્યશાળાઓના આયોજનને બિરદાવેલ છે. હાલ જીપીએસસી દ્વારા જુદી જુદી જગ્યાઓ માટે ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1/2 અને ગુજરાત  નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-ર માટે અંદાજે 100  ની ભરતી કરવામાં આવનાર છે. આ ભરતીની જાહેરાતના અનુસંધાને સૌરાષ્ટ્ર યુનિ. સીસીડીસીના દ્વારા તા. ર8-9 ને ગુરુવારથી પ્રિલીમ્સના તાલીમ વર્ગોનું આયોજન કરવામા આવેલ છે.

આ તાલીમ વર્ગમા જીપીએસસી વર્ગ 1/2 ની વિવિધ જગ્યાઓ માટેના અભ્યાસક્રમ જનરલ સ્ટડીઝના પ્રિલીમ્સના સિલેકટેડ વિષયો જેવા કે ભારતનું બંધારણ  ભારતનો ઇતિહાસ અને ભૂગોળ, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, મેથેમેટીકસ અને રીઝનીંગ, સાંસ્કૃતિક વારસો વગેરેની સઘન તાલીમ આપવામાં આવનાર છે.

ઉપરોકત તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે તા. ર6-9 સુધીમાં સીસીડીસી બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ ,  સૌ.યુનિ. કેમ્પસ ખાતે તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા, જીપીએસસીનું ઓનલાઇન ભરેલ એપ્લીકેશન ફોર્મની ઝેરોક્ષ, આઇ.ડી. પ્રુફ અને લીવીંગ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ ભરી કેમ્પસ પરની બેંકના વકીલ દિવસોમાં જ રજીસ્ટ્રેશન ફી ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.