Abtak Media Google News

1 જૂન 2021ના રોજ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં અંદાજે 3000 જેટલા શિક્ષકોની પારદર્શક ભરતી પક્રિયા આરંભીને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગર ખાતેથી નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો તથા પાંચ પુસ્તકો અપર્ણ કરીને શિક્ષણ જગતમાં એન્ટ્રી કરાવી હતી.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્ય સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો હતો. અને બાકીના જિલ્લામાં વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા શિક્ષકોના અભિપ્રાયો લીધા હતા અને પ્રેરક ઉદ્દબોધન કરી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Education Sa
સાબરકાંઠા જિલ્લામાં પણ આજે 158 શિક્ષણ સહાયકોને નિમણૂકના હુકમપત્રો કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને 20 શિક્ષકોને હુકમો એનાયત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, કમિશ્નર ઓફ સ્કૂલના પ્રતિનિધી યામિનીબેન સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર હિતેષ કોયાએ શિક્ષણ સહાયકોને સંબોધતા જણાવ્યું હતું કે,’આપણને સરકારી સેવા કરવાની તક મળી છે. તેમા આપ સૌ ઓતપ્રોત થઇ તન મન ધનથી સેવા કરી જિલ્લાના શિક્ષણ જગતને ઉજાગર કરો તેવી અપીલ કરી હતી.  આપ સૌ શિક્ષણ જગત અને તંત્રમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છો, તે વખતે આ કોરોના મહામારીની વિપરીત પરિસ્થિતિ છે. આપ અન્ય જિલ્લાઓમાંથી આવો છો પણ હવે નોકરી મળી છેતો જિલ્લાને વતન માની સ્વીકારી શાળાને કર્મભૂમિ બનાવો. નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવી આગળ વધશોતો કોઇ રંજ રહેશે નહિ, આવનારી પેઢીને તૈયાર કરવાની મોટી જવાબદારી છે. તેમ કહી સૌને અભિનંદન પાઠવ્યા હતા.’

Himatnagar 1
હિંમતનગર શહેરની મધ્યમાં આવેલી હિંમત હાઇસ્કૂલ ખાતે 138 સહાયકોને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જયાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષણ સહાયકો, તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે સરકારની પારદર્શક ભરતી પક્રિયા અંગે હર્ષની લાગણી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.