Abtak Media Google News

ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને સ્ટેટ એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની મંજુરી જ ન લેવાઈ હોવાનો કેગનો ધડાકો

બેટ દ્વારકા અને ઓખા વચ્ચેના સિગ્નેચર બ્રીજનું વગર મંજૂરીએ નિર્માણ થઈ રહ્યું હોવાનો કેગે ધડાકો કર્યો છે.કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે આ બ્રિજ માટે ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી  અને સ્ટેટ એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની મંજુરી જ લેવાય નથી. કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે સિગ્નેચર પ્રોજેક્ટ પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારની અંદર બની રહ્યો છે. માટે બ્રિજની ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને સ્ટેટ એન્વાયર્નમેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીની જરૂરી પર્યાવરણીય મંજૂરી આવશ્યક બને છે.

Advertisement

ગુજરાત વિધાનસભામાં મૂકવામાં આવેલાં  કેગનાં રિપોર્ટમાં જણાવાયું છે કે, આ બ્રિજનું નિર્માણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને સ્ટેટ પર્યાવરણ એસેસમેન્ટ ઓથોરિટીની મંજૂરી પછી શરૂ કરી દેવામાં આવ્યું છે. ખરેખર આ આખો વિસ્તાર ઈકોલોજિકલ સેન્સિટીવ વિસ્તાર જાહેર થયેલો હોય, આ બ્રિજનું નિર્માણ શરૂ કરતાં પહેલાં નિયમ મુજબ કમ્પોઝિટ ક્લિયરન્સ મંજૂરી મેળવવી પડે, જે આ કિસ્સામાં મેળવવામાં આવી નથી.

આ ઉપરાંત રિપોર્ટ અનુસાર, આ પ્રકારના પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં માર્ગ અને મકાન વિભાગ(જામનગર)એ પર્યાવરણીય મોનિટરીંગ અને મેનેજમેન્ટ માટે કવોલિફાઈડ અધિકારીનાં નેતૃત્વ હેઠળ એક સ્વતંત્ર પર્યાવરણીય મેનેજમેન્ટ સેલ રચવું ફરજિયાત હોય છે. આ સેલે બ્રિજ નિર્માણ દરમિયાન પર્યાવરણીય અસરોનો અભ્યાસ કરવાનો હોય છે. ઓખા અને બેટદ્વારકા વચ્ચેનાં આ બ્રિજના કિસ્સામાં આ પ્રકારના સેલની રચના કરવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, આ બ્રિજનું નિર્માણ જામનગરની માર્ગ અને મકાન કચેરી હસ્તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.