Abtak Media Google News

દસ્તાવેજમાં તંત્રને ‘ચૂનો’ ચોપડવાનો કારસો…?

યાત્રાધામ બેટ-દ્વારકા અને દ્વારકામાં કોરીડોર બનવાની ઘોષણા પછી બંધ બારણે મિલકતોના કરોડોના સોદા ચોમેર ચર્ચાનો વિષય બન્યો છે. દસ્તાવેજોમાં તંત્રને અંધારામાં રાખી મસમોટો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. ખુલ્લેઆમ બેનંબરના આર્થિક વ્યવહારો થઇ રહ્યા છે  હોય અનેક સવાલ ઉઠયા છે

યાત્રાધામ બેટ-દ્વારકામા કરોડોના ખર્ચે વડાપ્રધાનના ડીંમ પ્રોજેક્ટ સમા સિગ્રનેચર બ્રિજનુ નિમાઁણ પૂર્ણ તાના આરે છે અને દ્વારકામાં કોરીડોર બનાવવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારથી જ મિલકતોના ભાવ ભડકે બળી રહ્યા છે. જંત્રીઓના ભાવ બમણા થયા છતાં મિલકતોના સોદા ઘટવાને બદલે વધ્યા છે. ખાસ કરીને મિલકતોના સોદા બંધ બારણે કરવામાં આવી રહ્યા છે. જેમાં કરોડોનો આર્થિક વ્યવહાર કરવામાં આવતા હોય આ મુદો દ્વારકા જીલ્લામા ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ મિલકતોના દસ્તાવેજોમાં ગોઠવણી કરી તંત્રને અંધારામાં રાખી સરકારી તિજોરીને મસમોટો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. આમ છતાં તંત્ર મૂકપ્રેકક્ષ બની તમાશો નીહાળી રહ્યું છે.

બેટ-દ્વારકામાં જમીન સંપાદનની કાર્યવાહી પુરજોશમાં

ભગવાન શ્રીકૃષ્ણના રાણીવાસ બેટ દ્વારકા ના વિકાસ માટે ટુરીઝમ વિભાગ દ્વારા જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આથી ટુરીઝમની કપાતમાં આવતી મિલકતોના વેચાણ માટેના ધમપછાડા શરૂ થયા છે.જેનો લાભ લેવા બહારના રોકાણકારોને શીશમાં ઉતારવા જમીન દલાલો મેદાનમાં ઉતરી પડ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.