Abtak Media Google News

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-યુએસએના ટ્રસ્ટીઓ, દાતાઓ
ગુજરાતની  પ્રજા માટે 1000 ઓકિસજન કોન્સ્ટ્રેટર મોકલશે

કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકો ઝઝુમી રહી છે ત્યારે રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદે ગુજરાત સરકારની પડખે રહી માનવ ધર્મ સેવા માં સહયોગી થવાનો સંકલ્પ લીધો છે. આ કપરાં સમયમાં કોરોનાના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન -ઞજઅ અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિન રાત મહેનત કરી રહી છે. રાજ્ય માં ઉભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનન – ઞજઅ ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર(1000) ઓક્સિજન કોન્સટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરેલ છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના અમેરિકા અને કેનેડાના દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ માં રહેલી વતન પ્રત્યેની અસીમ ભાવના -સંવેદના મદદ ના સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહેલ છે . રાજ્યમાં આવી પડેલી આફતમાં ન માત્ર પાટીદાર સમાજ પરંતુ સમગ્ર સમાજની પડખે ઉભા રહી એક હજાર ઓક્સિજન કોન્સ્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી મોકલશે. જેમાંથી 335 ઓક્સિજન કોન્સ્ટ્રેટર ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વઉમિયાધામ મંદિર, જાસપુર અમદાવાદ ખાતે પહોંચ્યો છે. આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટરનું આજે ગુરૂવારે સવારે 10 વાગ્યે જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે પુજન થયું હતું. જેમાં ગુજરાતના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખશ્રી આર પી પટેલ સહિતના ટ્રસ્ટીો અને દાતાઓ હાજર રહ્યા હતા અને સર્વે એ જગત જનની મા ઉમિયાને આ સંકટમાંથી બહાર આવવાની પ્રાર્થના કરી હતી.

પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમં ઓકિસજન કોન્સ્ટ્રેકટરનું જાસપુર ખાતે પુજન

આ પ્રસંગે વાત કરતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેવ જણાવે છે કે જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આ તમામ ઓક્સિજન કોન્સ્ટ્રેટર ગુજરાતનો જે પણ દર્દી વાપરે તે તમામ ઝડપથી સ્વસ્થ થઈ જાય. રાજ્યના કોઈ પણ ખુણે વસતાં લોકોને જ્યારે પણ કોરોના થાય અથવા કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે તેને યોગ્ય માર્ગદર્શન અને દવાઓ આપવાનું કામ વિશ્વઉમિયાધામ મંદિર દ્વારા શરૂ કરાયેલી કોવિડ કાઉન્સિલિંગની ટીમ કરશે. આ ટીમમાં ગુજરાત 20થી વધુ નિષ્ણાંત એમડી લેવલાના ડોક્ટરો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.