Abtak Media Google News

વડલાનું વન બન્યું ગ્લોબલ ફોરેસ્ટ

150 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું

સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા ગ્લોબલ ફોરેસ્ટ માં સહભાગી બન્યા

કુદરતની મનુષ્ય પર અસીમ કૃપા રહી છે. કુદરતી રીતે મળતા સ્ત્રોત માનવીને જીવન જરૂરિયાત માટે ઉપયોગી થઈ રહ્યા છે. કુદરતમાંથી મળતો એવો જ એક સ્ત્રોત જે મનુષ્યના જીવન માટે ખૂબ જ જરૂરી છે.પ્રાણવાયુ એટલે ઓક્સિજન.પ્રાણવાયુનો એકમાત્ર  અખૂટ સ્ત્રોત વૃક્ષારોપણથી મળે છે.વૃક્ષ જેટલા વધુ વવાશે એટલો જ પ્રાણવાયુ કુદરતમાં વહેતો રહેશે. ત્યારે આવા જ કુદરતના અખૂટ સ્ત્રોત પ્રાણવાયુને વહેતો રાખવા અને મનુષ્યને અને આવનારી પેઢીને આ વારસો મળી રહે તેવા હેતુસર.રાજકોટની જાણીતી ગ્લોબલ આઇવીએફ હોસ્પિટલના તબીબ દંપતી ડો.દર્શન સુરેજા તથા ડો.ફાલ્ગુની સુરેજાએ ગ્રીન રાજકોટ બનાવવાની નેમ ઉપાડી છે.

કોરોના સમયે જે ઓક્સિજનની અછત સર્જાઈ હતી તેને ઘ્યાનમાં રાખી તેમજ આવનારી પેઢીને વૃક્ષોનો વારસો આપવાના હેતુસર ગ્લોબલ ફોરેસ્ટનું રાજકોટથી 30 કિલોમીટરના અંતરે કાલાવડ નજીક આણંદપર-ચાંદલી રોડ પર નિર્માણ કર્યું છે.150 જેટલા વડ ગ્લોબલ ફોરેસ્ટમાં વાવામાં આવ્યા છે.આ ભગીરથ કાર્યમાં સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા સહભાગી બની વૃક્ષોનું જતન પણ કરી રહ્યા છે. ગ્લોબલ ફોરેસ્ટ વડલાનું વન બન્યું છે. ડોક્ટર દર્શન સુરેજા તથા ડોક્ટર ફાલ્ગુની સુરેજા જનજન સુધી વૃક્ષારોપણની જાગૃતતા ફેલાવવાનો સંકલ્પ કર્યો છે.સાથોસાથ તેઓએ તેમના દર્દીઓને પણ વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષારોપણ તરફ જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.ડોક્ટર દંપત્તિનું રાજકોટને હરિયાળુ બનાવવાનું સ્વપ્ન છે.

લોકો ખુશીના ભાગરૂપે ગ્લોબલ ફોરેસ્ટ વૃક્ષ નોંધાવે: ડો.દર્શન સુરેજા

Vlcsnap 2023 01 27 08H49M05S363

ગ્લોબલ આઈવીએફના ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડો.દર્શન સુરેજાએ જણાવ્યું કે,અમારા સાથી તબીબ મિત્રો,વ્યંધિતવની સમસ્યા વાળા દંપતી જેમને સંતાન પ્રાપ્તિ થઈ હોય.તેમજ કુદરતી રીતે બાળક થયું હોય એવા દંપતી તેમના ખુશીના ભાગ રૂપે ગ્લોબલ ફોરેસ્ટમાં એક વૃક્ષ નોંધાવવી અને કુદરતી પ્રાણવાયુ સ્ત્રોતને વેગ આપે. કોરોનાના કપરા સમયમાં જ્યારે ઓક્સિજનની તાતી જરૂરિયાત રહેતી હતી.ત્યારે આ કુદરતી રીતે જે પ્રાણવાયુ આપણને મળી રહ્યો છે.એ માત્ર વૃક્ષારોપણથી શક્ય બનશે. વધુને વધુ વૃક્ષારોપણ કરવાથી પ્રાણ વાયુ આપણને ઉપયોગી થશે આવનારી પેઢીને પણ ઉપયોગી થશે સાથોસાથ કુદરતમાં પણ આ પ્રાણવાયુનો સ્ત્રોત વહેતો રહેશે.

દર્દીઓને વૃક્ષારોપણ તરફ જાગૃત કરવાની પહેલ કરી છે:ડો.ફાલ્ગુની સુરેજા

Vlcsnap 2023 01 27 08H38M26S338

ગ્લોબલ આઇવીએફના એમ્બ્રિયોલોજિસ્ટ ડો.ફાલ્ગુની સુરેજાએ જણાવ્યું કે,અમારા વ્યવસાય થકી અમે દર્દીઓને પણ વૃક્ષારોપણ તરફ જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ પહેલથી અમે હરિયાળુ રાજકોટ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.તેના અંતર્ગત અમે ગ્લોબલ ફોરેસ્ટ નું નિર્માણ કર્યું છે.દર્દીઓને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવે છે. ગ્લોબલ આઇપીએફ દંપતીને બાળક પ્રાપ્તિ માટેનું માધ્યમ બન્યું છે ત્યારે આવા દંપતિઓ ખુશી ખુશી જ્યારે સંતાન પ્રાપ્તિ થતી હોય એ જ ખુશીથી વૃક્ષારોપણ તરફ આગળ વધે અને એક વૃક્ષ એના બાળકના નામનું વાવીને ઉછેરેએ અમારો સંકલ્પ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.