Abtak Media Google News

દરિયાકાંઠાના વિસ્તારોનું જોખમ વધ્યું

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણને કારણે દરિયાઈ વિસ્તારમાં ૨.૮ ફૂટનો વધારો થવાની શકયતા

ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણનું પ્રમાણ વધવાને કારણે પૃથ્વીની ભૌગોલીક સ્થિતિ ઉપરની અસરના ભાગરૂપે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમ વધ્યું છે. ભારતમાં દરિયાઈ સપાટીમાં ૨.૮ ફૂટનો વધારો આવવાની શકયતા હોવાનું સરકારે જણાવ્યું હતું.

Advertisement

જો સદીના અંત સુધીમાં ૩૪ ઈંચ સુધી દરિયાઈ સ્તર વધે તો મુંબઈ સહિતના પૂર્વ ભારતના પ્રમુખ શહેરોમાં તબાહી મચી શકે છે. જેને કારણે ગંગા, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી અને મહા નદીઓ ઉપર સંકટના વાદળો રહેશે. વાતાવરણમાં થઈ રહેલા મોટા ફેરફારોને કારણે ભારતના જળ સ્ત્રોતો ભયાનક સ્થિતિમાં મુકાઈ શકે છે. આ ઉપરાંત શહેર વિસ્તારમાં પણ જોખમ વધી શકે છે.

સમુદ્ર સ્તરમાં વધારો થવાથી ભારતની ખાદ્ય સુરક્ષા, અર્થતંત્ર, નદીઓ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ ગંભીર ફેરફારો આવવાની ભીતિ છે અને બની શકે કે, આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણમાં પ્રદૂષણને કારણે પ્રલયની સ્થિતિ સર્જાય.સરકારે કહ્યું કે, તેઓ દેશના દરિયાઈ ક્ષેત્રો તેમજ દરિયાઈ વિસ્તારમાં સુરક્ષાના યોગ્ય પગલા લેવા કટીબદ્ધ છે. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે, દરિયાઈ ક્ષેત્રોમાં સર્વિલન્સ માટે તેઓ ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ દ્વારા અદ્યયન અને અનુમાન લગાવી રહ્યાં છે. વર્ષ ૨૦૧૧માં દ્વિપ સંરક્ષણ ક્ષેત્ર માટે પણ કેટલાક નિયમો અને સીસ્ટમો બનાવવામાં આવી હતી. સરકારનો લક્ષ્ય છે કે, સંરક્ષણ દ્વારા લોકોને આવનારી ભયજનક સ્થિતિમાંથી ઉગારી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.