Abtak Media Google News

આજકાલ નાનાં બાળકો પણ માનસિક તણાવનો શિકાર બની રહ્યાં છે ત્યારે હાલમાં બાળકો પર થયેલા એક સંશોધનના તારણ પરથી ખબર પડી છે કે જે બાળકો પોતાના ગમતા મિત્ર સાથે સારોએવો સમય પસાર કરે છે જેથી તેમનામાં આપોઆપ માનસિક તણાવ ઓછું થઈ જાય છે.

Best Friendઅમેરીકાની 40 ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના મેડિકલ સેન્ટરે હાથ ધરેલા આ અભ્યાસમાં દસથી બાર વર્ષની વયનાં ૧૦૦ જેટલાં બાળકો પર થતા માનસિક તણાવની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ માટે તેઓ જ્યારે માનસિક તણાવ અનુભવતાં હોય તો ત્યારે તેમના સ્ટ્રેસ હૉર્મોન ર્કોટિસોલનું પ્રમાણ તપાસવા માટે તેમની લાળનો નમૂનો લેવામાં આવ્યો હતો.

You Are My Best Friend Calligraphy Vector 6893050ત્યાર બાદ તેમને તેમનાં માતા-પિતા, ભાઈ-બહેનો, ખાસ મિત્રો, સહાધ્યાયી, ટીચરો તેમ જ અજાણી વ્યક્તિ સાથે વારાફરતી સમય પસાર કરવાની તક આપવામાં આવી હતી અને દરેક અનુભવ પછી ફરીથી તેમના સ્ટ્રેસ હૉર્મોનનો સ્તર માપવામાં આવ્યો હતો. આ પ્રયોગ પછી ખબર પડી હતી કે આ તમામ વ્યક્તિઓમાં ખાસ મિત્રો સાથે સમય પસાર કર્યા બાદ બાળકોમાં માનસિક તણાવનું સ્તર અત્યંત ઓછું થઈ ગયું હતું. નિષ્ણાતોને લાગે છે કે આ બાળકો પર કરાયેલા આ પ્રયોગનું તારણ વયસ્કો પર પણ લાગુ પાડી શકાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.