Abtak Media Google News

રસોઈ સ્ટુડીઓ દ્વારા ‘ઘર કા ખાના’ અનોખા ક્ધસેપ્ટ સાથે રસોઈ સ્પર્ધા, વર્કશોપ અને હાઉસી ગેઈમનું આયોજન: એકસપર્ટ અમી ગણાત્રા અને લતાબેન તન્ના શીખવશે અવનવી વાનગીઓ; પ્રથમ વખત લકકી ડ્રો; રજીસ્ટ્રેશન અનિવાર્ય; કુકીંગ નિષ્ણાંતો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ધોમધખતા ઉનાળામાં બપોરનાં ઘરે બેસી રસોઈ શો નિહાળતી રાજકોટની ગૃહિણીઓને પણ કુકિંગ એકસપર્ટ બનવાની ઘણી ઈચ્છા હોય છે.પણ તેને તક મળતી નથી, નવી નવી વાનગીઓ શીખી પરિવારને લહેજત્તદાર જમાડવાની ઈચ્છા હોય છે. પણ ઝડપથી નવી વાનગીઓ શિખવી કઈ રીતે ? તે પ્રશ્ર્ન હોય છે. એવી પણ કેટલીક ગૃહિણીઓ છે જેને અનેક વાનગીઓ તો બનાવતા આવડે છે. પણ તેની ટેલેન્ટને પ્લેટહોર્મ પૂરૂ પાડવાવાળુ કોઈ નથી. રાજકોટની ગૃહિણીઓનાં મનમાંઉદભવતા આ તમામ સવાલોનું નિરાકરણ વર્ષોથી રસોઈ ક્ષેત્રે નામના મેળવનાર રાજકોટના બે કૂકિંગ નિષ્ણાંત લત્તાબેન તન્ના (કૂકિંગ એકસપર્ટ), અમી ગણાત્રા (ભારતના પ્રખ્યાત શેફ પદ્મશ્રી સંજીવ કપૂરનાં વિદ્યાર્થીની) અને ખાસ સૂરતથી આવનાર નેહા દોશીએ કર્યુ છે. આગામી તા.૧૬ એપ્રીલને મંગળવારે બપોરે ૧ થી ૪ ગોંડલ રોડ પર આવેલ હોટલ પંચવટી ખાતે માત્ર બહેનો માટે ‘કિવક કૂકિંગ બાય કૂકિંગ એકસપર્ટ’ શિર્ષક હેઠળ, રસોઈ સ્પર્ધા (કૂકિંગ કોમ્પીટીશન), રસોઈનો વર્કશોપ ઉપરાંત હાઉસી ગેઈમનું અને‚ આયોજન કરાયું છે.

આ અંગે ‘અબતક’ની મુલાકાત દરમ્યાન લતાબેન તન્ના અને શેફ અમીબેન ગણાત્રાએ જણાવ્યું હતુ કે, બહેનોની અંદર રહેલી પાકકલાની ટેલેન્ટને ખીલવવા માટે તેમજ તેને એક સ્ટેજ પૂરૂ પાડવા માટે કિવક કૂકિંગનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર દરેક બહેનોને સત્કાર રૂપે પ્રાયોજક દ્વારા ઉપયોગી ભેટ અપાશે જયારે સ્પર્ધામાં અને હાઉસીમાં વિજેતા બહેનોને પણ અઢળક ભેટ આપી પ્રોત્સાહિત કરાશે. એટલું જ નહી ઉપસ્થિત બહેનોમાંથી લકકી ડ્રો દ્વારા વિજેતા બહેનોને પણ ઉપહાર આપવામાં આવશે.

કુકીંગનો વિષય ‘ડ્રાય સ્નેકસ’ એટલે કે સૂકો નાસ્તો રાખવામાં આવ્યો છે.રસોઈ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બહેનોએ ઘરેથી જ વાનગી બનાવીને લાવવાની રહેશે. અમીબેને વધુમાં જણાવ્યું હતુ કે, સુરતથી ખાસ ઈવેન્ટ્સ એકસપર્ટ નેહા દોશી આવવાના છે. જે બહેનોને હાઉસી રમાડી તેમને જોમ પૂરૂ પાડશે આ અંગે વધુ વિગત અને રજીસ્ટ્રેશન માટે ૮૫૧૧૧૫૪૬૫૧ તથા ૯૩૭૪૧૦૨૦૪૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.