Abtak Media Google News

Chai Tea 2 1990 પહેલા લોકો ‘કડક મીઠી’ ચાય માંગતા પણ હવે ડાયાબિટીસને કારણે કડક પણ ઓછી ખાંડ વાળીનું ચલણ વઘ્યું: અમીરી ચાની એક જમાનામાં બોલબાલા હતી

સમગ્ર દેશમાં કાઠિયાવાડ જેટલી ચા કયાંય પિવાતી નથી લોકોને સવારે અને બપોરે ‘ચાય’ની ટેવ પડી ગઇ છે: ભારત દુનિયાભરમાં 80 ટકાથી વધુ ચાયની નિકસ કરે છે

ચા…. ય…. ગરમ….. આપણે ગુજરાતીઓમાં લગભગ છેલ્લા ર00 વર્ષથી ચા પિવાનું ચલણ છે. મહેમાનોનું સ્વાગત ચાથી થાય છે. કાઠિયાવાડી કસુંબો એટલે આપણી ‘ચા’ !! કાઠિયાવાડના દરેક વિસ્તારમાં ચાની હોટલ, લારી કે વૃક્ષના છાંયડે ટેબલ અચુક જોવા મળે છે. આપણાંજેવા ચા બીજે કયાંય મળતી નથી કે તેનો સ્વાદ આપણને ભાવતો નથી, નકરા દૂધની સ્પેશિયલ ચા પિનારાનો વર્ગ પણ જોવા મળે છે. કેટલાય નામાંકિત ચા વાળા તેના નામથી જાણિતા બન્યા છે. પિત્તળના ટોપમાં અગાઉ ચા ઉકળતી પણ હવે ટીનનાં વિશેષ મોટા તપેલામાં ચાનો ધાણવો ઉકળતો હોય અને ચાના શોખિનો રાહ જોતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે.

Advertisement

ચાની શોધ વિશેની ઘણી લોકવાયકા, દંતકથા પ્રચલિત છે. ચાન શોધ લગભગ ર700 વર્ષ પૂર્વે ચીનમાં થયાનું મનાય છે. આપણો ભારતમાં 1835 થી શરુ થઇ છે. છેલ્લા ર00 વર્ષથી પીવાતી ચાની નિકાસમાં ભારત વિશ્ર્વમાં પ્રથમ નંબરે છે એટલે કે દુનિયાભરના દેશોમાં કુલ જરૂરિયાતના 80 ટકા નિકાસ ભારત કરે છે. આપણા દેશમાં કેરળ, આસામ, હિમાચલ પ્રદેશ, મિઝોદરમ અને દાજીંલિંગમાં સૌથી વધુ ચાની ખેતી થાય છે. અર્થાત ચા ઉગાડાય છે. આ રાજયોમાં ચાના વિશાળ બગીચાઓ જોવા મળે છે.

દંતકથા મુજબ ચીની રાજી શેનનુંગને ગરમ પાણી પીવાની ટીવ હતી. એકવાર વૃક્ષ નીચે પાણી ગરમ કરતા તેમાં વૃક્ષના પાંદડા પડયાને પાણીનો રંગ સ્વાદ ફરી ગયોને પિવાથી તાજગી લાગતાએ બાદમાં ચા બની ગઇ 9મી સદીમાં બનેલી આ ઘટના ચીન દેશે વિશ્ર્વથી છુપાવી હતી તેવું કહેવાય છે. પણ એક બૌઘ્ધ સાધુ આ રેસિપી કે રીત જાપાન લઇ ગયાને ત્યાં પણ ચા પીવા લાગી. ચાની વિશ્ર્વમાં બોલબાલા હોવાથી સંયુકત રાષ્ટ્રે પણ ભારતની માંગણીને કારણે જ ર1મી મે ના રોજ વિશ્ર્વ ચા દિવસ તરીકે ઉજવાય છે. સમય બદલાયો ને પરિવર્તનના દૌરને નવા યુગમાં લાઇફ સ્ટાઇલ બદલાતા લોકો પોતાના શરીરની કાળજી વધુ લેતા હવે ઘણા લોકો ચા પીતા નથી કે ગ્રીન ટી પીવા લાગ્યા છે. આ પ્રકારની ચા ટ્રેસમાં રાહત સાથે વજન ઘટાડવામાં પણ મદદરુપ થાય છે.

ચામાં રહેલ એમીનો એસીડ આપણા મગજને વધારે એલર્ટ અને શાંત રાખતું હોવાથી કાઠિયાવાડમાં બપોરે 4 વાગે ચા પીવાનું ચલણ છે. આ સાથે થેપલા, ગાંઠીયા, બીસ્કીટ જેવો નાસ્તો પણ લોકો કરે છે. ‘ચા-ખારી’ નું ચલણનો પણ એક જમાનો હતો. ચા પીવાના ફાયદાની સાથે ઘણું નુકશાન પણ છે. છતાં લોકો ચાની ચુસ્કી લગાવે જ છે. કપ-રકાબીમાં ચા, કુલડીમા ચા, કાગળના કપમાં કે કાચના ગ્લાસમાં ચા પીનારા છે. પ્લાસ્ટીની કોથળીમાં ‘ચાનું પાર્સલ’ આપણા કાઠિયાવાડમાં જ જોવા મળે છે. સંબંધોના પ્રારંભે સ્વાગત પણ ચાથી થાય છે.

મેડીકલી રીતે જોઇએ તો ચામાં ટેનીન અને કેફીન તત્વ આપણાં શરીરને તાજગી અર્પે છે. ચો આજ તત્વો ઘણા કિસ્સામાં કેન્સર માટે પણ કારણ ભૂત છે. ભુખ્યા પેટે ચા પીવાથી અપચો, પેટમાં બળતરા કે એસીડીટી પણ થાય છે. કાઠિયાવાડમાં ‘ચા’ કસુંબો કહેવાય છે ઘણાને તે પીધા પછી જ કાંટો ચડે છે. અડધી ચા કે કટીંગ ચા જેવા શબ્દો અહીં ગુજરાતમાં જ બોલાય છે. દેશમાં અલગ અલગ રાજયો ચા પીવાય છે. પણ તેની કવોલીટી તથા સ્વાદ માટે આપણું સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ વિશ્ર્વમાં નંબર વન છે. સવારે ઉઠતા વેંત મસ્તીની ચાને ઉ5ર મસ્ત ફાકી મળે ફાકી મળે એટલે આંખો ખુલી જાય ને કામ કરવાનો કાંટો ચડી જાય છે.

ચા કે ચાય કે ચાઇ એ ભારતનું રાષ્ટ્રીય પીણું છે ચાનું પ્રચાર-પ્રસારમાં ચીન દેશનો વિશેષ ફાળો છે, ત્યાંનું મનોરંજન પીણું ચા ગણાતું પોર્ટુગીઝ પાદરીઓ અને વેપારીઓએ 16મી સદીમાં યુરોપમાં પ્રચલિત કર્યુ. આજે વિશ્ર્વના લોકોના જીવનમાં એક અભિન્ન હિસ્સો ચા બની છે. અચાપણાં દેશમાં ચાનું વાવેતર બ્રિટીશ શાસનમાં શરુ કરાયું  ચામાં કોફી કરતાં ઓછું કેફીન હોવાથી તેના ફાયદાઓ પણ છે. સૌથી અગત્યની બાબતમાં ચા વજન ઘટાડવામાં મદદરુપ થાય છે.

આજે વિશ્ર્વના રશિયા, જાપાન, જર્મન, અમેરિકા, ઓસ્ટ્રેલીયા જેવા વિવિધ દેશોમાં ચા પીવાય છે. તેને બનાવવાની રીત સાવ સરળ હોવાથી ગમે તે બનાવી શકે છે. ચાને જેમ ઉકાળો તેમ તેનો સ્વાદ ટેસ્ટી બની જાય છે. તેને બરોબર પકવવડી પડે, કાચી ચા હોય તો પણ સ્વાદ ફરી જાય છે. કાઠિયાવાડમાં 3 થી પ ફેટની ચા બને છે. ગામડેથી આવતા સારા દુધમાંથી ચા બનતી હોય તેમાં ઘણાની મોનોપોલી પણ થઇ ગઇ છે. લીલી ચાને પ્રોસેસ કરીને ભૂકી મમરી જેવા નરમ- કડક ચાની ભૂકકી તૈયાર કરાય છે. ભૂકીનો ટેસ્ટ એકવાર પરિવારને ફાવી જાય તે કોઇ બદલતું નથી હોતું, પ્રાચીન કાળથી ચા પિવાતી હશે કારણ કે ચીની લીપીમાં ટી લખાયેલું જોવા મળ્યું જે બાદમાં ચા લખાયું.

ચીન દેશમાં ચા લાવવાની શરુઆત ડચ અને પોર્ટુગીસ વેપારીઓએ 17મી સદીમાં કરી હતી. ફ્રેચ અને સ્પેન દેશે પણ આ વ્યસાયમાં ઝંપલાવ્યું હતું. ઇ.સ. 1800માં બપોરે ચા પીવાની શરુઆત થઇ હતી.

1773 માં ચાનો નવો કાયદો પસાર કરીને તેના ઉ5ર ટેક્ષ નાખવામાં આવ્યો હતો. ઘણા દેશોમાં બરફવાળી ઠંડી ચા કે બ્લેક ટી પણ પીવાય છે. આપણા દેશના આસામ રાજયમાં જંગલી ચા હજારો વર્ષોથી ઉગતી હતી પણ ભારતમાં 1837 માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ચીનથી એક લાખ ચાના બી લાવીને ચાના બગીચા શરુ કર્યા હતા. 1840માં  તો આસામમાં ઘણા બગીચા થઇ ગયા ને માત્ર પ0 વર્ષમાં એટલે કે 1900ની સાલમાં દેશમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામ કરવા લાગ્યું આપણી ચાનું 70 ટકા ઉત્5ાદન આપણાં દેશમાં જ વપરાય જાય છે. આપણા લોકોની સવારની ચા અને સવારના છાપા વગર દિવસની શરુઆત થતી નથી.

ચા ના ઉત્પાદનની દેશની આ પાંચ જગ્યાઓ વિખ્યાન છે જેમાં દાજિંલીંગ, આસામ, મુન્નાર, હિમાચલ પ્રદેશ, ધ બ્લુ માઉન્ટેન જેમાં મુન્નારમાં દુનિયામાં સૌથી ઉંચાઇ પર આવેલા ચાના બગીચા છે. નિલગીરીની વચ્ચે વિશાળ ચાના બગીચા 1835 માં શરુ થયા હતા. કુન્નુર પ્રદેશ આસપાસ પણ ચાના બગીચા આવેલા છે.

વિશ્ર્વમાં પાણી પછી સૌથી વ્યાપક પણે વપરાતું પીણું ‘ચા’ છે

ચાની કુલ છ જાતોમા સફેદ, પીળી, લીલી, ઉલોંગ, કાળી અને પુઅર જોવા મળે છે. જેમાં સામાન્ય ચલણમાં સફેલ, લીલી, ઉલોંગ અને કાળી ચા વપરાતી જોવા મળે છે. દરેક ચા એક જ ઝાડ કે રોપમાંથી બનાવાય છે. માત્ર જુદી જુદી પ્રોસેસ કરીને તેને અલગ કરાય છે. માત્ર સફેદ ચાને જ અલગથી ઉગાડવામાં આવે છે. પુઅર ચાને આથવ્યા પછી બનતી ચાને ઔષધ તરીકે પણ વપરાય છે. આજની હબર્લ ચા (ઔષધિ ચા) માં વનસ્પતિના પાંદડા, ફુલો, ફળ, ઔષધિઓ અને અન્ય સામગ્રીના રસ નાંખીને તૈયાર કરાય છે.

રેડ ટી, બ્લેક ટી, મુખ્યત્વે ચાઇનીઝ, કોરિયન, જાપાનીઝ અને પૂર્વ એશિયાઇ ભાષાઓમાં કે દક્ષિણ આફ્રિકાના રૂઇબોસ છોડમાંથી બનાવેલા રસને કહેવાય છે. ચા સાથે ઘણી સંસ્કૃતિમાં જોડાય છે. ટી પાર્ટી, વર્ષોથી વપરાતો શબ્દ છે. ઇરાની લોકો આપણા સૌરાષ્ટ્રના લોકોની જેમ જ મહેમાનોનું સ્વાગત ચા થી કરે છે. આજે વિશ્ર્વમાં કોફી, ચોકલેટ, ઠંડા પીણા અને આલ્કોહોલ તુર્કી દેશ ચાનું સૌથી વધુ સેવન કરે છે. ક્રિકેટ મેચમાં ટી ટાઇમ પડે છે તો કેટલાંકને સવારમાં ચા ન મળે તો માથુ ભમી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.