Abtak Media Google News

સાહેબ ઇલેકટ્રોનિકસના સમશેરસિંહના જણાવ્યા અનુસાર એ.સી.ની પસંદગીમાં ઘણી બધી બાબતો ઘ્યાનમાં રાખવી ઘટે: એ.સી. ની જગ્યા, સાઇઝ, કેપેસીટીની પસંદગી તે કયાં ઉપયોગમાં લેવાનું છે તેના ઉ૫રથી નકકી કરી શકાય….

ઉનાળાની શ‚આતથી પડી રહેલી ભારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીમાં સતત વધારો થતો જાય છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે વિદ્યુત ઉપકરણોનો સહારો લેતા હોય છે. જેમાં ખાસ કરીને અત્યારે એરકુલર, એરકંડીશનરની ખરીદીમાં તેજી જોવા મળે છે. એર કંડીશનર પણ પ્રમાણમાં સસ્તા થઇ ગયા હોય લોકો હોંશભેર ઉનાળામાં એરકંડીશનર ખરીદવા માટે પડાપડી કરવા લાગે છે. આ ઉનાળામાં એર કંડીશનરમાં કયાં નવા મોડલ આવ્યા છે. તેમાં નવા ફીયર્સો શું છે? વગેરે વિગતો શહેરના જાણીતા ઇલેકટ્રોનીકસના વેપારી પાસેથી મેળવી હતી.Vlcsnap 2019 04 30 13H41M00S195

અબતક સાથેની વાતચીત દરમિયાન સાહેબ ઇલેકટ્રોનિકસના સમશેરસિંહ એ જણાવ્યું હતું કે અમે ર૦ વર્ષથી એર કંડીશીનરનું ડીસ્ટ્રીબ્યુશન, રિટેઇલ કરીએ છીએ. એ.સી.ની પસંદગીનો આધાર ઘણી બધી વસ્તુઓ પર રહેલો છે. જેમ કે એ.સી. કઇ જગ્યા પર લગાડવું છે. ઘરમાંબેડરુમમાં, ઓફીસ, શોરુમ, કોમર્શીયલ જગ્યા, મોલ સૌથી પહેલા તે નકકી કરવું પડે, બીજું તે જગ્યાની સાઇઝ કેટલી છે? તે પ્રમાણે ટન એ જ નકકી થાય.

ત્યારબાદ જે તે જગ્યાએ હીટ કેટલી આવે સનલાઇટ કેટલું આવે વગેરે બાબતો કસ્ટમર્સની પાસેથી જાણીને એ પ્રમાણે એ.સી. ની પસંદગી  કરવામાં આવે છે. જે તે લોકોનો ઉ૫યોગય કયાં સમયે વધુ છે તે પ્રમાણે કર્યુ અને કેટલા ટનનું એ.સી. આપવું. કયાં સ્ટાર રેટીંગનું ફીકસ

સ્પીડ આપવું કે ઇન્વટર આપવું તે બધુ તે બાબત પર આધાર રહેતો હોય છે.અમે લોએડના ડીસ્ટ્રીબ્યુટર એમસેર્ડના, ઓજી હેવીડયુટી વગેરે કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન કર્યુ છે. અમોને ર૦ વર્ષનો અનુભવ છે. ત્રણેય બ્રાન્ડની સારી પ્રોડકટ માર્કેટમાં અમે આપી રહ્યા છીએ. એ.સી.ના ભાવ ૨૭ હજારથી શરુ કરી ૪૮ હજાર સુધીમાં વિવિધ મોડલ મળે છે.

વધુમાં વાત કરતાં જણાવ્યું કે જયારે કસ્ટમર્સએ એ.સી. ની ખરીદી કરી ત્યારબાદ તેની સમયસર સર્વિસ કરાવવી તે પણ તેટલી જ જરુરી છે. ૫૦ થી ૬૦ ટકા કસ્ટમર્સ શો રુમમાં જાય ત્યારે તેના ભાવ જોવે પરંતુ તેના ફિચર્સને કમ્પેર નથી કરતાં. ત્યારે મારી એવી સલાહ છે કે કસ્ટમર્સને અને ડિલર મિત્રોને કે કસ્ટમર્સની જરુરીયાતને સમજો એક ટન, દોઢ ટન, ઇન્વટર્સ જોશે તેનો ઉપયોગ કેવો છે. તે પ્રમાણેની પ્રોડકટ સજેસ્ટ કરવી જોઇએ અને કસ્ટમર્સને પણ એમ થાય કે અમને સારી પ્રોડકટ આપી.

અને જરુરીયાત મુજબની વસ્તુ આપી છે કસ્ટમર્સને વાઇફાઇવાળુ, ફિલ્ટર વાળુ કે પર્ટીકયુલર ફિચર્સ વાળુ એ.સી. જોઇએ છે. અત્યારે વાઇફાઇનો જમાનો છે. અત્યારે અલગ અલગ બધા એ.સી.ના મોડલમાં વાઇફાઇ ફિચર્સ આવી ગયા છે. મોબાઇલ દ્વારા એ.સી.ને કંટ્રોલ કરી શકે.

ઘણી વખત એવું બને છે કે એ.સી. લઇ લીધું ત્યારબાદ ખર્ચ બચાવવા માટે વ્યકિતના જાણીતા પાસેથી એ.સી. ઇન્સ્ટોલ કરાવે. પરંતુ કોઇ જાણકાર સમજદાર જેને ટેકનીકલી ખ્યાલ હોયકંપનીનો એન્જીનીયર, કે વર્ષોનો જેને અનુભવ હોય તેવા લોકો પાસે ઇન્સ્ટોલ કરાવવું જોઇએ.અત્યારેના જે એ.સી. છે તેને પ્રોપર ઇન્સ્ટોલ કરવામાં ન આવે તો જોઇએ તેટલું કુલીંગ ન આવે પ્રોડકટનો ફાયદો થવો જોઇએ તે ન મળે તેથી સારા ટેકનીશીયન પાસેથી ઇન્સ્ટોલ કરાવવું જોઇએ.વધુમાં વાત કરતાં જણાવ્યું કે અમારા બિઝનેશનો બેઝીક પાયો છે જે અમે હાંસલ કર્યુ છે. તે અમે બેસ્ટ સર્વીસ આપીને લોકોને સંતોષકારક સર્વીસ આપી ને જ કર્યુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.