Abtak Media Google News

કે.એસ.પી.પી. દ્વારા “પીલર્સ ઓફ પ્રોડકટીવીટી” વિષય અંતર્ગત માહિતીસભર વેબીનાર યોજાયો

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા “પીલર્સ ઓફ પ્રોડકટીવીટીએ વિષયે મોરબીની એલ.ઇ.કોલેજના આસીસટન્ટ પ્રોફેસર ડો. આશિષ શુકલના વાર્તાલાપનો વેબીનાર કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ યોજનામા આવ્યો હતો.

Advertisement

કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેએ તેમના પ્રાસંગીક પ્રવચનમા જણાવ્યુ હતુ કે આજની કોરોના ગ્રાસ્ત પરિસ્થિતિમા આરોગ્યની જાણવણીને પ્રાથમીકતા આપવીએ આપણી ફરજ છે. તેમ છતા આપણે અન્ય વેબીનાર જેવા સાધનો અને સુવિધાઓનો ઉપયોગ કરીને આપણે સતત સંપર્કમા રહેવાનો અને નોલેજ શેરીંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કાઉન્સીલમા યોજાતા વેબીનારના કાર્યક્રમોમા રજુ થતા વિચારો વિવિધ ક્ષેત્રોના લોકો સુધી પહોંચે તે માટે આપણે કાર્યક્રમ પૂરો થયા પછી તેની પ્રેસનોટ દૈનિક વર્તમાન પત્રોમા આપીએ છીએ. વર્તમાન પત્રોનો આપણને સક્રિય સહયોગ મળતો રહે છે જેથી જે લોકો લાઇવ નથી જોઇ શકયા તે પણ તેનો લાભ લઇ શકે છે.

કાર્યક્રમના વકતા ડો. આશિષ શુકલએ જણાવ્યુ હતુ કે કોઇપણ વ્યક્તિ પ્રોડકટીવ ન હોય તેવુ બની ન શકે. જો વ્યક્તિની પ્રોડકટીવીટી બંધ થાય તો તે મૃત સમાન ગણાય. આજથી સમસ્યા ડાયવર્ટેડ પ્રોડકટીવીટી છે અને લોકો પોતાની શકિત ખોટી જગ્યાએ લગાવી રહ્યા છે જેથી પ્રોડકટીવીટી ઘટે છે. ઉદ્યોગ સાહસિકો જો સકારાત્મક વિચારો અને કાર્યશીલ રહે તો કોઇપણ મુશ્કેલીઓમાંથી બકહાર આવી શકે છે. સહકાર, નિયોજન, કાર્યદક્ષતા અને સાતત્યએ ઉત્પાદકતાના મુળ સ્તંભો છે. કોઇપણ કાર્ય એકલા હાથે કરવા કર્તા તે કર્યામાં કુશળ હોય તેવા લોકોનો સાથ સહકાર લઇ આગળ વધતુ જોઇએ. ઉત્પાદન કાર્ય હંમેશા સ્વાર્થ માટે નહી સમાજ માટે કરવું. ઉદ્યોગકારોને મેન પાવર, નાણા અને સાધનનો યોગ્ય નિયોજન કરતા આવડવુ જોઇએ. ઉત્પાદકતા જ સમૃધ્ધિ અને સિધ્ધિનો માર્ગ છે.  કોઇપણ કાર્ય જો બધાના હિત માટે ન હોય તો તે લાંબા સમય સુધી ટકતુ નથી. પોતાના કામને એક અઘિષ્ઠાન તરીકે જોતા સૌરાષ્ટ્ર કચ્છના સૌ ઉદ્યોગકારોને આ માર્ગદર્શન ખુબ જ ઉપયોગી નિવડે તેવુ હતું.

આ વેબીનાર ૧૦૦થી પણ વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો જેમા કાઉન્સીલના હોદ્દેદારો, સભ્યો અને વિવિધ કંપનીના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, અધ્યાપકો વિગેરેનો સમાવેશ થાય છે. વેબીનારની વ્યવસ્થા અને આયોજન માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયા, ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દીપકભાઇ રસદે અને સંકલન પ્રો. લલીત ચંદેએ કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.