Abtak Media Google News

સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલ દ્વારા રિઇન્વેન્ટ યોર સેલ્ફ ઇન ૨૦૨૦ એ વિષયે વર્તમાન સમયના સંદર્ભમાં ભાવનગરના નેશનલ ટ્રેનર અને સર્ટીફાઇ લીન મેનેજર ભરતભાઇ વાઘેલાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કે.એસ. પી.સી.ના પ્રમુખ હસુભાઇ દવેના માર્ગદર્શન હેઠળ સોમનવાર તા. ૧૩ જુલાઇના સાંજે ૫.૩૦ કલાકે વેબેકસ મીટીંગ એપના માઘ્યમથી અને નીચે મુજબના આઇ.ડી. પાસવર્ડનો ઉપયોગ કરી આ કાર્યક્રમ લાઇવ નિહાળી શકાશે. જેનું વેબેકસ મીટીંગ આઇ.ડી. ૧૬૬૪૩ ૪૩૭૪૦ અને પાસવર્ડ Your@2020 (યોર @ ૨૦૨૦) છે.

આ કાર્યક્રમના વકતા ભરતભાઇ વાઘેલાએ જણાવેલ છે કે અત્યારનો માહોલ કોરોના ગ્રસ્ત છ. આગળ હજુ કેવી પરિસ્થિતિઓ ઉભી થશે તેનો કોઇ અંદાજ આવી શકે તેમ નથી. હવેથી સમય તેમજ પરિસ્થિતિની સાથે જ ચાલવું પડશે અને સામે આવતા દરેક પડકારો, પરિવર્તનો અને પરિસ્થિતિને સ્વીકારવી પડશે. તેમ કોઇપણ ઉઘોગ સાથે જોડાયેલા હોય કે વ્યાપાર ધંધો કર્તા હોય પરિવર્તન લાવવુ જ પડશે. આ સમય ચોકકસ નિર્ણય લેવાનો છે. જે આ આપણું આવતીકાલનું ભવિષ્ય નકકી કરશે. આપણે વ્યવસાયમાં કયા કયા બદલાવો કરવા જોઇએ તેની સંપૂર્ણ માહિતી આ વેબીનારમાં આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.