Abtak Media Google News

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય: આજે માતૃભાષા દિન

ભારતમાં મહત્તમ બોલાતી ભાષામાં ગુજરાતી ૯માં ક્રમે

વિશ્વમાં વિવિધ પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે. વ્યકિત જયારથી જન્મે ત્યારથી તેનો ભાષાઓ સાથે પરીચય થાય છે પરંતુ વ્યકિતના જીવનમાં મહત્વની ભાષા હોય તો તે તેની માતૃભાષા છે. જેમ મા તે મા બીજા બધા વગડાના વા તેજ રીતે માતૃભાષા વ્યકિતના જીવનમાં માતાના સ્થાને છે. વ્યકિત બાલ્યકાળમાં સૌપ્રથમ શબ્દ માતૃભાષામાં બોલે છે. પોતાના વિચારોને સરળતાથી માતૃભાષામાં વ્યકત કરીને સુંદર વાચા આપી શકે છે. પોતાના વિચારો, લાગણીઓ, ઈચ્છાઓને અન્ય ભાષાઓ કરતા માતૃભાષામાં સરળતાથી વ્યકત કરી શકે છે. વ્યકિતના દરેક ક્ષેત્રોમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે.

Advertisement

કોઈપણ વ્યકિત ભલે બીજા પ્રદેશો કે દેશોમાં રહે પરંતુ તે કોઈ દિવસ પોતાની માતૃભાષાને ભુલી શકતી નથી. વ્યકિતનો પહેલો અને છેલ્લો શબ્દ તેની માતૃભાષામાં જ રહેલો હોય છે ત્યારે માતૃભાષાનો લગાવ ઓછો થઈ રહ્યો હોય તેમલાગે છે. અન્ય ભાષાઓના રંગોમાં રંગાઈને માતૃભાષાથી વિમુખ થઈ રહ્યો છે. માતૃભાષાથી વિમુખ એટલે સંસ્કારો અને સંસ્કૃતિથી વિમુખ ત્યારે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે.

અન્ય દેશ કે પ્રદેશમાં ગુજરાતી ભાષાના ચાહકોની સંખ્યા કઈ ઓછી નથી અને ગુજરાતી ભાષા દુનિયાના કોઈપણ ખુણે ગુજરાતી પણાનો અનુભવ કરાવે છે પરંતુ આજના સમયમાં અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતા ગુજરાતી ભાષા ખુબ ઓછા લોકો જાણતા હોય છે અથવા તો ફકત બોલી શકતા હોય છે ત્યારે આજે માતૃભાષા ગૌરવ દિન હોવાથી અબતક મીડિયા ટીમ દ્વારા ગુજરાતીઓને ગુજરાતીમાં કકકો બોલાવીને ગુજરાતી ભાષાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

જયારે રાજકોટવાસીઓને કકકો બોલાવવામાં આવ્યો એમના અડધા લોકો જ પુરો કકકો બોલી શકયા જેમાં મોટાભાગની સંખ્યામાં વડવાઓ જ કકકો બોલી શકયા હતા. જયારે યુવાનો અને ઘણા બાળકોએ અડધો કકકો જ બોલી શકયા હતા તો બીજી તરફ અમુક વ્યકિતઓએ કકકો બોલવાનું જ નકાર્યું હતું ત્યારે પ્રશ્ર્ન ઉદભવ્યો છે કે ભવિષ્યના સમયમાં માતૃભાષા સચવાશે કે કેમ ? આજના વિશ્ર્વ માતૃભાષાના દિવસે માતૃભાષાનું સંવર્ધન કરીએ. જતન કરીએ. અન્ય ભાષાના મહત્વને સમજીને માતૃભાષાને પ્રાધાન્ય આપીએ.

બાળકોમાં પાયાના શિક્ષણથી જ માતૃભાષા જરૂરી: પી.બી. કોટક

Vlcsnap 2019 02 21 11H46M31S248

અબતક સાથેની વાતચીત દરમિયાન પી.બી. કોટક સ્કુલના ગુજરાતી વિષયન શિક્ષકો નંદીનીબેન વૈષ્ણવએ જણાવ્યું હતુકે ગુજરાતી આપણી માતૃભાષ છે અને આજે માતૃભાષા દિવસ છે. ત્યારે હું એ જ કહીશ કે બાળકોને નાનપણથી જ ગુજરાતી વિષયનું જ્ઞાન આપવું જોઈએ તેથી તેનોનાનપણથી જ પાયો પાકો થશે પરંતુ અત્યારે બધા અંગ્રેજી મિડિયમમાં ભણતા હોય ત્યારે ગુજરાતી શિખવું પણ તેટલું જ જરૂરી છે.

અંગ્રેજીની હોડમાં સાહિત્ય ભૂલ્યા: કંચનબેન શિક્ષકVlcsnap 2019 02 21 11H46M25S197

અબતક મિડિયા સાથે પી.બી. કોટક ઈગ્લીશ મીડીયમ સ્કૂલના ગુજરાતી વિષયનાશિક્ષક ડો.કંચનબેનએ જણાવ્યું હતુ કે આજે માતૃભાષા દિવસ છે. અને આજનાં અંગ્રેજી યુગમાં અંગ્રેજી પાછળ ઘેલછા છે તેના કારણે આપણા વિદ્યાર્થીઓ આપણુ સાહિત્ય ભૂલી રહ્યા છે.

પરંતુ મારો પ્રયત્ન કલાસમાં હંમેશા એવો રહે છે. કે આપણા ગુજરાતી વારસાને વિદ્યાર્થીઓ ભણે અને આવનારી પેઢી તે સાહિત્ય વાંચે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે ગાંધીજી ડો. અબ્દુલ કલામે પણ કહ્યું છે કે ગમે તે ભાષા શિખો તે સારી છે. પરંતુ ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ હોવું જોઈએ છેલ્લે એટલું જ કહીશ કે અંગ્રેજી સારી છે પરંતુ ગુજરાતી તો મારી છે.

સાહિત્યના સર્જન માટે માતૃભાષા પુરવાર માધ્યમ: નીતિન વડગામાVlcsnap 2019 02 21 09H15M42S534

અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ વ્યવહારના આદાન-પ્રદાનમાં ભાષા મહત્વની ભૂમિકા ભજવે છે. સાહિત્યકારના સાહિત્યના સર્જન માટે ભાષા મહત્વનું માધ્યમ પુરવાર થાય છે. કોઈપણ ભાષા દ્વારા લાગણીઓને અભિવ્યકત કરી શકાય છે પરંતુ માતૃભાષામાં અભિવ્યકિત વધારે અસરકારક બની જાય છે. માતૃભાષા સાથે વ્યકિતનો મહત્વનો સંબંધ છે. કારણકે માતૃભાષા એ ગળથૂંથીમાં મળેલી હોય છે.

માતૃભાષામાં સચોટ તેમજ આકર્ષક રીતે લાગણીઓની અભિવ્યકિત થાય છે જે અન્ય ભાષાઓમાં થઈ શકતી નથી. ઉમાશંકરે જોષીએ કહ્યું છે કે ‘મળી માતૃભાષા મને ગુજરાતી, સદા સૌમ્ય અને વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી’ ઘણા બધા સાહિત્યકારોએ માતૃભાષાનો મહિમા ગાયો છે.

માતૃભાષા દ્વારા જ સાંસ્કૃતિકનું સંવર્ધન અને જતન થાય છે. માણસને પોતાની વસ્તુ, વ્યકિત કે ભાષા સાથે એક અને‚ જોડાણ હોય છે. જો બાળકને માતૃભાષામાં સંસ્કારો આપવામાં તો તે સારી રીતે ઝીલી શકે છે. કારણકે તે પોતાનું છે. શિક્ષણનું માધ્યમ હંમેશા માતૃભાષા હોવું જ જોઈએ.

અંગ્રેજીનું મહત્વ સ્વીકારીએ કારણકે તે વિશ્ર્વ સાથે સંબંધ જોડે છે. વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવા અંગ્રેજી વિનાચાલવાનું જ નથી. તેમજ અંગ્રેજીની આપણે ઉપેક્ષા ન કરીએ પણ જયારે શિક્ષણના માધ્યમ તરીકે કઈ ભાષા હોવી જોઈએ તે અંગે વિચાર કરતા હોઈએ ત્યારે મોટાભાગના શિક્ષણશાસ્ત્રોએ સ્વીકાર્યું છે કે શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ આપવું જોઈએ. માતૃભાષામાં શિક્ષણ આપવાથી સારું પરીણામ આવે છે.  માતૃભાષાની ઉપકારતા સર્વથા સ્વિકાર્ય છે. જ્ઞાન-વિજ્ઞાન હોય કે સમજણની વાત હોય ત્યારે માતૃભાષામાં આપેલી સમજણ પણ સારું પરીણામ આપશે. તેમજ સમજણમાં પણ માતૃભાષા મહત્વની ભૂમિકા ધરાવે છે.

માતૃભાષાએ માં સમાન: હરેન્દ્રસિંહ ડોડીયા

Vlcsnap 2019 02 21 09H15M35S126

અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માતૃભાષા વગર કોઈ પણ વ્યકિતની પ્રગતિ શકય નથી. માં જેમ ઉછેર કરે તેની સરખામણીમાં અન્ય મા, એ આપણી માતા જેટલો ઉછેર ન જ કરી શકે. તેમજ વ્યકિત પોતાની લાગણીનું અન્ય ભાષામાં અસરકારક રજુઆત કરી શકતો નથી.  કોઈ પણ વ્યકિતને સ્વપ્ત તેની માતૃભાષામાં જ આવવાનું છે એ સ્વાભાવિક છે.

બાળક પોતાની અભિવ્યકિત માતૃભાષા સિવાય અન્ય ભાષામાં અસરકારક રીતે કરી શકતો નથી. અન્ય ભાષાઓમાં અભિવ્યકત કરી શકશે પરંતુ તેટલી અસરકારક રહેશે નહીં. યકિતના સંસ્કાર સિંચન બાળપણથી જ કરવામાં આવે છે ત્યારે જો સંસ્કરણ માતૃભાષામાં કરવામાં આવે તો તે સારી રીતે થઈ શકે છે. હાલના સમયમાં માતા-પિતાએ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઈચ્છે છે ત્યારે હાલના સમયમાં પરિસ્થિતિ એવી છે કે લોકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની એક ઘેછલા અને દેખાદેખી છે.

ઘણા સર્વેમાં તારણો કાઢવામાં આવ્યા છે કે અન્ય માધ્યમોની જગ્યાએ માતૃભાષામાં અભ્યાસ કરતા બાળકો વધુ સફળ નિવડયા છે. ઘણા બધા ડોકટર, વૈજ્ઞાનિકો, નેતાઓ અને અધિકારીઓએ પણ માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. વિવિધ તજજ્ઞો દ્વારા પણ કહેવામાં આવે છે કે બાળકનું ભણતર માતૃભાષામાં જ થવું જોઈએ. સરકાર દ્વારા પણ માતૃભાષાને ફરજીયાત ભાષા બનાવવામાં આવી છે કારણકે બાળક માતૃભાષામાં આપેલી સુચનાનું પાલન જલ્દીથી અને સારી રીતે કરશે.  અન્ય ભાષામાં આપવામાં આવેલી સુચનાઓની સમજણ પુરેપુરી નહીં હોય તો સુચનાઓનું પાલન ‘આંખનું કાજલ ગાલે ઘુસ્યું’ તે રીતે થશે. વાલી મિત્રોને એક વિનંતી છે કે આપના બાળકને અન્ય માધ્યમમાં શિક્ષણ ન આપતા માતૃભાષામાં આપવામાં આવે તેવી નમ્ર અપીલ છે. તેમજ માતૃભાષા બોલીને, બાળકને શિખવાડીને માતૃભાષાનું ગૌરવ વધારીએ.

લાગણી વ્યકત કરવાની સરળ ભાષા ગુજરાતી

Untitled 1 90

અબતક સાથેની વાતચિત દરમિયાન પી.બી. કોટક સ્કુલની વિદ્યાર્થીની કશિશએ જણાવ્યું હ્તુ કેઆપણી માતૃ ભાષા ગુજરાતી છે. ગુજરાતી ભાષા વિશે જણાવતા કહ્યું કે આપણી ફિલીંગસ આપણે ગુજરાતીમાં સરળ રીતે દર્શાવી શકીએ છીએ. અંગ્રેજીમાં આપણે સરળતાથી વ્યકત નથી કરી શકતા ગુજરાતી ભાષા ખૂબજમહત્વ રાખે કારણ કે તે આપણી માતૃભાષા અત્યારે અંગ્રેજીમાં શિક્ષણ મેળવવું જરૂરી છે. કારણ કે અત્યારે તેનો ટ્રેન્ડ છે. પરંતુ ગુજરાતીમાં શિક્ષણ લેવું પણ તેટલું જ જ‚રી છે. કેમકે તે આપણી માતૃભાષા છે. અને માતૃભાષામાં શિક્ષણ લેવું તે ગૌરવની વાત છે. હમણા તે લુપ્ત થતી જાય છે. પરંતુ તે લુપ્ત ન થવા દેવી જોઈએ અને અંતમાં તેણે ગુજરાતી કકકો બોલી સંભળાવ્યો હતો.

પી.બી. કોટક સ્કુલની વિદ્યાર્થીની અબતક સાથેની વાતચિત દરમિયાન મકવાણા ખુશ્બુએ જણાવ્યું હતુ કે આપણી માતૃભાષા ગુજરાતી છે. આજે ૨૭ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હું ઈગ્લીશ મીડીયમમાં અભ્યાસ ક‚ છું પરંતુ મને મારી માતૃભાષા ખૂબજ પસંદ છે. ત્યારે તેણે ગુજરાતી કકકો બોલી સંભળાવ્યો હતો.

અબતક સાથેની વાતચિત દરમિયાન પી.બી. કોટક સ્કુલમાં વિદ્યાર્થીની નારોલા ઋતુએ જણાવ્યું હતુ કે ઈગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરતી આપણી માતૃભાષા ગુજરાતી છે. આપણી ગુજરાતી ભાષા સરળ છે. આપણે ત્યાં બહાર આવેલ લોકોપણ ધીમે ધીમે ગુજરાતી શીખી જાય છે. વધુમાં જણાવ્યું કે હું ઈગ્લીશ મિડિયમમાં અભ્યાસ ક‚ં છું પરંતુ મને ગુજરાતી ભાષા ખૂબજ ગમે છે. તેણે ગુજરાતી કકકો બોલી સંભળાવ્યો હતો.

અમને તો કકકો બારાખડી ગમે હો !!!

Vlcsnap 2019 02 21 11H47M08S111

અબતક સાથેની વાતચિત દરમિયાન પી.બી. કોટક સ્કુલમાંઅભ્યાસ કરતા નાના બાળકોએ જણાવ્યું હતુ કે તેમને સ્કૂલમાં ગુજરાતી વિષય ભણાવવામાં આવે છે. કકકો બારાખડી અને ગુજરાતી કવિતા પણ શિખવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.