Abtak Media Google News

એક તરફ કોરોનાની રસી શોધવામાં વધુ સમય લાગતો હોવાની વાત બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના એચસીક્યુને કોરોનાની દવા ગણતા હોવાનો દાવો

કોરોના મહામારીથી બચવા માટે વિશ્ર્વભરના તમામ દેશોએ લોકડાઉન અને વિવિધ દવાઓના ઉપયોગ સહિતનું અજમાવી જોયું છે પરંતુ મહામારી પીછો છોડતી નથી. હજુ કોરોનાની રસી ૨૦૨૧ના પ્રારંભમાં આવે તેવી ધારણા છે. આવા સમયે જ્યાં સુધી કોરોનાની રસી શોધાય નહીં ત્યાં સુધી કોરોનાની દવા તરીકે એચસીક્યુનો ઉપયોગ કરવો જોઈએ તેવો દાવો નિષ્ણાંતો કરી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એચસીક્યુનો ઉપયોગ કરે છે.

હાલ વિશ્ર્વનાં રસી શોધતી કંપનીઓ કોવિડ-૧૯ની રસી સમય મર્યાદામાં શોધવા માટે જજુમી રહ્યા છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ એલર્જીમાં ડિરેકટર અને ડોકટર એન્થોની ફૌસીએ જણાવ્યું હતું કે, કોરોનાની રસી શોધવાની વૈશ્ર્વિક દોડમાં સામેલ યુ.એસ.ની કંપની રસી શોધવા માટે કોરોના વાયરસનો પ્રોપર્ટી પર હાલ રીસર્ચ કરી રહ્યું છે. યુ.એસ. સ્થિત ડોકટરે જણાવ્યું હતું કે, દવાની શોધ હાલ સાવધાનીપૂર્વક થઈ રહી છે. તેમજ હકારાત્મક રીતે થઈ રહી છે. અમે ઘણા ઉમેદવારો પર કોરોનાની દવા ટ્રાયલ કરવાની વ્યુહાત્મક રચના કરવામાં આવી રહી છે જેમાં ઘણા ઉમેદવારો સહકાર આપી રહ્યા છે. ઉમેદવારોના હારમોન્સનાં એક કરતા વધારે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ બધી વાતો એક તબકકે સારી લાગે છે. જુલાઈના અંત સુધીમાં કોઈ પરિણામ આવે તેવી આશા સેવાઈ રહી છે. જોકે કોઈ તટસ્થ પરિણામ મળશે તેની ચોકકસ ખાતરી નથી.

કોરોના વાયરસને જાહેર આરોગ્ય સાથે વ્યવહાર કરતા દેશો માટે એક પાઠ સ્વરૂપ છે જે દરેકે ધ્યાને લેવુ જોઈએ. વૈશ્ર્વિક સ્તરે યુ.કે, ભારત અને ચીન સહિતનાં ઘણા દેશો કોવિડ-૧૯નો સામનો કરવા માટેની વેકસીન બનાવવાની કામગીરી કરી રહ્યું છે. વેકસીન શોધાયા બાદ તેને મંજુરી આપવા તેમજ તેનો ઉપયોગ કરવાની મંજુરી કરવાની સમયમાં ઝડપ કરાઈ રહી છે. જોકે તેનો અર્થ એ નથી કે આપણી પાસે કોઈ રસી હોવાનું પુરવાર થયું નથી.

ડોનાલ્ડ ટ્રમ્પના મતે હાયડ્રોક્ષીકલોકવિન જ સારવાર

વિશ્વભરના વૈજ્ઞાનિકો આજે કોરોનાની દવા શોધવા રાત-દિવસ એક કરી રહ્યાં છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેલેરીયાની દવા હાયડ્રોક્ષીક્લોકવિનને હજુ અસરકારક દવા માને છે. જ્યારે યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશન હાયડ્રોક્ષીકલોકવિનને સુરક્ષિત અને અસરકારક દવા તરીકે સાબિત નથી કરી અને ઘણા દેશ-વિદેશના વૈજ્ઞાનિકોએ આ દવાના સાઈડ ઈફેકટસની વાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.