Abtak Media Google News

સ્માર્ટફોનની વધતી સંખ્યાના કારણે સરકારને ગુડ ગવર્નન્સમાં અનુકુળતા

આવતા બે વર્ષમાં દેશમાં નવા સ્માર્ટફોનની સંખ્યા ૮૨ કરોડથી વધી જશે. સ્માર્ટફોન થકી દેશમાં વધુને વધુ ડેટા જનરેટ થશે ત્યારે મુંબઈમાં ઉભુ કરાયેલું વિશ્વનું બીજુ સૌથી મોટુ ડેટા સેન્ટર ડેટા કલેકશન મુદ્દે ગેમ ચેન્જર બની જશે. એક અભ્યાસ મુદ્દે સ્માર્ટફોનની વધતી સંખ્યાની સાથો સાથ દેશમાં ગવર્નન્સની દિશા અને દશા પણ ફરી જશે.

તાજેતરમાં ભારતીય સેલ્યુલર અને ઈલેકટ્રોનિક એસો. દ્વારા એક રિપોર્ટ પારીત કરવામાં આવ્યો હતો. જે મુજબ દેશમાં સ્માર્ટફોન ધરાવનારા લોકોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે ૩૫ ટકાના ઉછાળા સાથે સ્માર્ટફોન વધે છે. શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોની સરખામણીએ સ્માર્ટ ફોનની સંખ્યામાં ઓછો વધારો છે એટલે કે માત્ર ૭ ટકા સ્માર્ટફોન જ વધ્યા છે. આ આંકડા હજુ ૨૦૧૮ના છે. આજે ૨૦૨૦માં સ્માર્ટફોનની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો જોવા મળ્યો છે.

સ્માર્ટફોનની સંખ્યા વધવાના કારણે સરકારને ગવર્નન્સમાં પણ અનુકુળતા રહે છે. ઉમંગ, ડિજી લોકર અને ભીમ જેવા સરકારી ડિજીટલ સાહસોનો ઉપયોગ લોકો સતત વધારી રહ્યાં છે. મોટાભાગની વેબસાઈટો મોબાઈલ ફ્રેન્ડલી હોવાના કારણે ટ્રાફિક વધવા પામ્યું છે. આવા સમયે મુંબઈમાં ઉભુ કરાયેલું ડેટા સેન્ટર ગેમ ચેન્જર બની શકે તેવો આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે.

કોરોના મહામારી દરમિયાન મોબાઈલ થકી એજ્યુકેશન, મનોરંજન અને આર્થિક ક્ષેત્રે નવા પરિણામો પ્રાપ્ત થયા હતા. વર્તમાન સમયે ચીન ફેસબુક, ગુગલ કે ચીનના ટીકટોક સહિતની કંપનીઓ દેશમાંથી બહાર ડેટા ઢસડી જતી હોવાના આક્ષેપ થાય છે ત્યારે ભારતમાં જ ડેટા સંગ્રહવાનો પ્રયાસ સરકારે કરેલો છે. આ પ્રયાસને ખુબજ સારી સફળતા મળી છે.

૬૦૦ એકરમાં પથરાયેલા ડેટા સેન્ટરમાં આવી છે ખાસીયત

મુંબઈમાં વિશ્વનું બીજુ સૌથી મોટુ ડેટા સેન્ટર શરૂ થયું છે. હિરા નંદાણી ગ્રુપ દ્વારા નિર્માણ પામેલું આ ડેટા સેન્ટર ૬૦૦ એકરમાં પથરાયેલું છે. ડેટા સેન્ટરને યોટા એનએમ૧ નામ અપાયું છે. કુલ ૫ ડેટા સેન્ટર બિલ્ડીંગ બનાવાઈ છે. જેમાં ૩૦૦૦ રેક અને ૨૫૦ મેગાવોટ પાવરની પણ ક્ષમતા હશે. આ ડેટા સેન્ટર વાઈબ્રન્ટ  ડેટા ઈકોનોમી માટે ખુબ મહત્વનો ભાગ ભજવશે. વિશ્વમાં ડેટા સેન્ટર માટે એક મોટુ કેન્દ્ર મુંબઈ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.