Abtak Media Google News

કોરોના વાયરસના લક્ષણો, તીવ્રતા અને તેના ફેલાવા અંગે ગોથાં ખાતા સંશોધકો: ઠંડી કે ગરમીની અસર કોરોનાના ફેલાવામાં થતી ન હોવાનું સંશોધન

કોરોના વાયરસની મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધી કોરોના વાયરસના લક્ષણો, તીવ્રતા અને તેના ફેલાવા અંગે હજુ સુધી સંશોધન થઇ રહ્યા છે. સંશોધકો કોરોના વાયરસ અંગે સંપૂર્ણ વિગતો મેળવી શક્યા નથી. પ્રારંભિક તબક્કે સંશોધકો એવું કહેતા હતા કે, કોરોના વાયરસની અસર ગરમ વાતાવરણમાં ઓછી થઈ જશે. જો કે આ બાબત ખોટી સાબિત થઇ, કોરોના મહામારી ગરમીની સિઝનમાં વધુ તીવ્ર સાથે ફેલાઈ હોવાનું આંકડા કરી રહ્યા છે. ત્યારબાદ નવું સંશોધન એવું હતું કે કોરોના વાયરસ ઠંડીમાં વધુ ફેલાશે જોકે હવે આ બાબતને પણ વિરોધાભાસી અહેવાલો મળી રહ્યા છે.

યુ.એસ. માં ભારતીય મૂળના સંશોધનકારે કરેલા એક અધ્યયન અનુસાર કોઓનવાઈરસના સંક્રમણના પ્રસારમાં તાપમાન અને ભેજની ભૂમિકા નહિવત હોય છે. આંતરરાષ્ટ્રીય જર્નલ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા આ અધ્યયન સૂચવે છે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કોવિડ:૧૯નો ફેલાવો માનવીય વર્તન પર આધારિત છે. ગરમ અથવા ઠંડા હવામાનની અસર નહિવત હોય છે.

સંશોધનકારોએ નોંધ્યું છે કે, નવા હોસ્ટને ચેપ લગાડતા પહેલા કોરોનાવાયરસ જીવંત રહેવું જરૂરી છે. જો કે, તે માનવીય વર્તનને પણ પ્રભાવિત કરે છે, જેનાથી વાયરસ એક હોસ્ટથી બીજા હોસ્ટમાં ફેલાય છે. કોરોના વાયરસને રોકવા માટે બેજવાબદાર પરિવહન ઉપર નિયંત્રણ લડવું જરૂરી છે. હવામાનનો ભાગ તો છેક છેલ્લે આવે છે.

કોરના વાયરસના ફેલાવામાં હવામાનની અસર ઓછી છે અને પરિવહન જેવી અન્ય સુવિધાઓ હવામાન કરતા વધુ અસર કરે છે.  મહત્વની દ્રષ્ટિએ, હવામાન એ છેલ્લા પરિમાણોમાંથી એક છે, અમેરિકાના ઓસ્ટીન યુનિવર્સિટી ઓફ ટેક્સાસ (યુટી) ના પ્રોફેસર દેવ નિયોગીએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે કોરોના વાઇરસ જેવા કોઈ પણ ચેપી રોગ વ્યક્તિની બેદરકારીના કારણે વધતા હોય છે. અત્યારે સરકારે કોરોના વાયરસને રોકવા માટે સેનીટાઇઝરનો ઉપયોગ કરવો, એકબીજાથી ચોક્કસ અંતર જાળવવું અને માસ્ક પહેરવું સહિતની ચોકસાઈ રાખવી પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ બેદરકારી દાખવે તો કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવા લાગે છે. ઘણા સમયથી ચાલ્યા આવતા કોરોનામા હવામાનના ઇફેક્ટની વાતનો અહીં છેદ ઉડી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.