Abtak Media Google News

કોંગી ધારાસભ્ય વસોયા એ જ સોશ્યલ ડીસ્ટસીંગનો ભંગ કરતો ભલામણ દાખલો આપતા સૌરાષ્ટ્રમાં દિલ્લીવાળી થાય તેવી દહેશત

કોરોના વાયરસના સંક્રમણને રોકવા ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી હતી. ત્યારબાદ જરૂરી વસ્તુઓની ખરીદી સીવાય લોકોને ઘરની બહાર ન નીકળવાના આદેશ અપાયા હતા. દરમિયાન લોકડાઉનના કારણે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ મહદઅંશે કાબુમાં આવે તેવી આશા જાગી હતી. જો કે, દિલ્હીમાં તાજેતરમાં નિઝામુદ્દીનમાં ગત મહિને થયેલી તબલીગી જમાતનાં કાર્યક્રમ બાદ કોરોના સંક્રમણ આખા દેશમાં ઝડપથી ફેલાઈ ગયું છે. જમાતના લોકો દેશના ઠેર-ઠેર વિસ્તારમાં ફરી ચૂકયા હોવાથી વાયરસનું સંંક્રમણ રોકવું મુશ્કેલ બન્યું છે. આવી જ રીતે વધુ એક બેદરકારી ધોરાજી-ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયા દાખવી રહ્યાં હોવાનું ખુલ્યું છે. તેમણે સુરતમાંથી ૬ વ્યક્તિઓને ઉપલેટા પરત લાવવાનો દાખલો આપતા વિવાદ થયો છે.

ધોરાજી-ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયાએ ઉપલેટામાં રહેતા પટ્ણી હાજી આહમદ વલીમામદ, બર્માવાલા અ.શસીદ હાજી અ.ગની, મુનશી મહમદ એજાજ, અદનાન રફીકભાઈ, મુજમીલ મહમદ હુશેન, સુન્ની વોરા અમ્માર અ.હકીમ લોકડાઉન પહેલા સુરત ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત પ્રસંગમાં હોય દરમિયાન લોકડાઉન થઈ જતા તેઓ સુરતમાં ફસાઈ ગયા હોવાનું જણાવ્યું છે. આ ૬ વ્યક્તિઓને ખાસ ગાડીમાં સુરતથી ઉપલેટા લાવવાની છુટ અપાઈ તે માટે દાખલો ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આપ્યો હોવાનું જાણવા મળે છે.

દાખલામાં જણાવાયું છે કે, કોરોનાના કારણે ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો હોય તેઓને સુરતથી આવવાની જરૂરીયાત હોય તેઓ ગાડી લઈને નીકળ્યા છે. તેમની મને ખબર છે અને તેમની ખાતરી બદલ આ દાખલો લખી આપવામાં આવ્યો છે. ધારાસભ્ય લલીતભાઈ વસોયા દાખલો આપતી વખતે કોરોના વાયરસના સંક્રમણની ભયાનકતા ભૂલી ગયા હોય તેવું ફલીત થઈ રહ્યું છે. કોરોના વાયરસની મહામારી ફેલાય નહીં તે માટે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે અવર-જવર ન કરવાના ખાસ આદેશ અપાયા છે. ત્યારે આ પ્રકારના દાખલા આપી લોકડાઉનને તોડવા પ્રોત્સાહન અપાતું હોય તેવું જણાય આવે છે. હવે લોકડાઉન પૂરું થવાના ગણ્યા ગાઠીયા દિવસો બાકી છે ત્યારે કોરોના વાયરસને કાબુમાં લેવા નાગરિકોએ વધુ ગંભીર થવાની જરૂર છે. સાવધ રહેવાના આ સમયગાળામાં કોઈને અવર-જવર માટે મંજૂરી આપવાની નાની ભૂલ પણ વાયરસનો ફેલાવો ગામડે-ગામડે કરી શકે છે.

અહીં નોંધનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણના દર્દીઓની સંખ્યા ભારતમાં એકાએક વધી જવા પામી છે. આ સંખ્યા વધવા પાછળ પણ દાખવવામાં આવેલી ેબેદરકારી કારણભૂત છે. ‘મને કંઈ નહીં થાય’ તેવા વહેમમાં રચ્યા-પચ્યા રહેતા લોકોના કારણે જ વર્તમાન સમયે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જાય છે. આવા સંજોગોમાં અન્ય સ્થળેથી ઉપલેટા આવવા દેવા અપાયેલો દાખલો અનેક લોકોના જીવન ઉપર જોખમ ઉભુ કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.