Abtak Media Google News

રાજકોટમાં કોરોનાનાં દર્દીઓની કુલ સંખ્યા ૩૯એ પહોંચી: ૩૯ પૈકી ૨૮ કેસો કફર્યુગ્રસ્ત જંગલેશવર વિસ્તારનાં

રાજયમાં કોરોનાનાં વધુ ૧૦૮ કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા ૧૮૫૧

રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાનાં વધુ બે પોઝીટીવ કેસ સામે આવ્યા છે જેથી શહેરમાં કોરોનાગ્રસ્ત કુલ દર્દીઓની સંખ્યા ૩૯એ પહોંચી છે. આ ૩૯ કેસ માંથી ૨૮ દર્દીઓ તો માત્ર કફર્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારનાં જ છે. બીજીબાજુ રાજયમાં કોરોનાનાં વધુ ૧૦૮ કેસો નોંધાયા છે જેથી રાજયમાં કુલ કોરોનાગ્રસ્તોની સંખ્યા ૧૮૫૧એ પહોંચી છે.

ગુજરાત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દિન-પ્રતિદિન નવા-નવા કેસો સામે આવી રહ્યા છે. નવા કેસો ખુબ જ ઝડપથી વધી રહ્યા છે જેને નાથવા માટે તંત્ર પુરજોશમાં કમર કસી રહ્યું છે તેમ છતાં કોરોના અટકવાનું નામ લેતું નથી. રાજકોટમાં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં અનેક કોરોનાનાં કેસો નોંધાયા છે. આ વિસ્તારે સમગ્ર શહેરને જોખમમાં મુકયું હોય ત્યાં કફર્યું જાહેર કરી દેવામાં આવ્યો છે. કફર્યું બાદ પણ આ વિસ્તારમાં નવા કેસો સામે આવવાનો સીલસીલો હજુ ચાલુ રહ્યો છે. આજરોજ આ વિસ્તારમાંથી તસલીમ અમીન ડોડીયા (ઉ.વ.૨૭) અને નસીમબેન યુસુફભાઈ (ઉ.વ.૪૨) નામની બે મહિલાઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ નવા બે કેસથી રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૩૯એ પહોંચી ગઈ છે. જેમાંથી ૯ દર્દીઓ રીકવર થયા હોય હાલ ૩૦ દર્દીઓ આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. બીજીબાજુ ગુજરાત રાજયમાં નવા ૧૦૮ સામે આવ્યા છે જેથી કુલ દર્દીઓની સંખ્યા ૧૮૫૧એ પહોંચી છે. છેલ્લા ૧૨ કલાકમાં રાજયમાં ૧૦૮ નવા કેસ નોંધાયા છે અને ૪નાં મોત થયા છે.

સમગ્ર રાજયમાં ૧૦૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને રીકવર થયા છે. અત્યાર સુધીમાં રાજયમાં ૬૭ લોકોનાં કોરોનાથી મોત નિપજયા છે. જિલ્લા વાઈઝ આંકડા જોઈએ તો અમદાવાદમાં ૧૧૯૨, વડોદરામાં ૧૧૮૧, સુરતમાં ૨૪૪, રાજકોટમાં ૩૯, ભાવનગરમાં ૩૨, આણંદમાં ૨૮, અરવલ્લીમાં ૭, સાબરકાંઠામાં ૨, મોરબીમાં ૧, પંચમહાલમાં ૧૧, બનાસકાંઠામાં ૧૦, નર્મદામાં ૧૨, સોમનાથમાં ૨, ખેડામાં ૨ અને મહિસાગરમાં ૩ જેટલા કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં રાજયમાં ૩૨,૨૦૪ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જે પૈકી ૨૯,૩૫૩ લોકોનાં રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

રેપિડ ટેસ્ટની કીટો આવી ગઈ પરંતુ તેનો ઉપયોગ શરૂ કરવા માટે ગાઈડલાઈનની જોવાતી રાહ

રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં રાજય સરકાર દ્વારા રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ ફાળવવામાં આવી છે. આ કિટો કોવિડ-૧૯ જાહેર કરાયેલી હોસ્પિટલોનાં આઈસોલેશન વોર્ડ સુધી પહોંચી ગઈ છે પરંતુ હજુ સુધી આ ટેસ્ટ કિટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. દરેક જિલ્લાઓમાં તંત્રનાં જણાવ્યા મુજબ હજુ સુધી સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી ન હોય રેપીડ ટેસ્ટ કિટના પાર્સલને હજુ ખોલવામાં પણ આવ્યું નથી.

ઉદ્યોગોને શરતી મંજુરી આપવાનું શરૂ

રાજ્યભરમાં કન્સ્ટ્રક્શન સાઈટો ચાલુ કરવાને લીલીઝંડી: ઉદ્યોગો ચાલુ કરવા શરતોનું ચુસ્ત પાલન ફરજીયાત, ઉલ્લંઘન સામે કાર્યવાહીનાં આદેશ

રાજયભરમાંથી આજથી જરૂરી ઉધોગોને પરવાનગી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જોકે મોટાભાગનાં જિલ્લાઓએ આ પરવાનગીની પ્રક્રિયા ઓનલાઈન કરી નાખી છે જેથી ઉધોગકારો કે તેનાં પ્રતિનિધિને કલેકટર કચેરી સુધી લંબાવવું ન પડે. નગરપાલિકા કે મહાપાલિકા સિવાયનાં વિસ્તારોમાં ઉધોગો શરૂ કરવાની હાલ મંજુરી આપવામાં આવી છે સાથો સાથ ક્ધટ્રકશન સાઈટો ચાલુ કરવાને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે જોકે આ શરૂ કરવા માટે શરતોનું ચુસ્ત પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જો શરતોનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.

તંત્ર દ્વારા અનેકવિધ શરતો ઉધોગો જોગ જાહેર કરવામાં આવી છે જે આ મુજબ છે. ફેકટરીના મકાન, પ્રવેશદ્વાર, કેફેટેરિયા, કેન્ટીન, કોન્ફરન્સ હોલ, બંકર, સાધન- સામગ્રી, લિફ્ટ, વોશરૂમ, શૌચાલય, સિંક, પાણી પીવાના સ્થળ, દીવાલો, ભોંયતળીયા વગેરે જગ્યાઓને જંતુરહિત બનાવવી.  બહારથી કામ માટે આવતા કામદારો માટે ખાસ પરિવહન સુવિધા ગોઠવવી, વાહનમા કુલ કેપેસિટીના માત્ર ૩૦થી ૪૦ ટકા જ મુસાફરો બેસાડવા. જગ્યામાં પ્રવેશ કરતા તમામ વાહનો અને સાધન સામગ્રીને ફરજીયાત પણે સ્પ્રેનો છંટકાવ કરીને જંતુરહિત બનાવવા. કામના સ્થળોમાં પ્રવેશ કરતી આજે કામનું સ્થળ છોડતી દરેક વ્યક્તિનું ફરજીયાત થર્મલ સ્કેનિંગ કરવું. કામદારો માટે આરોગ્ય વીમો ફરજીયાત બનાવવો. તમામ અંદર પ્રવેશવાના અને બહાર નીકળવાના સ્થળોએ અને સામાન્ય વિસ્તારોમાં હેન્ડવોશ અને ટચ ફ્રી મિકેનિઝમને અગ્રીમતા આપીને સેનેટાઇઝર માટેની જોગવાઈ કરવી જોઇએ. કામના સ્થળોએ પાળી વચ્ચે એક કલાકનું અંતર હોવું જોઈએ. સામાજિક અંતર સુનિશ્ચિત કરવા માટે સ્ટાફનો લંચ બ્રેક એ રીતે ગોઠવવો.

૧૦ અથવા વધુ વ્યક્તિઓનો મોટો જમાવડો અથવા તેમની બેઠકને પ્રોત્સાહન આપવું નહિ. નોકરીના સ્થળો પર અને જમાવડા, બેઠકો અને તાલીમ સત્રોમાં બેઠકની વ્યવસ્થા એક વ્યક્તિ બીજી વ્યક્તિથી ૬ ફૂટના અંતરે રહે તેવી રીતે ગોઠવવી. લિફ્ટ અથવા હોઈસ્ટમાં ૨/૪ વ્યક્તિઓ કરતા વધુ વ્યક્તિઓને ( લિફ્ટના કદને આધારિત) અવર- જવર કરવાની પરવાનગી આપવી નહિ. ચડવા માટે દાદરા( સીડી)ના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈશે. ગુટખા, તમાકુ વગેરે ઉઓર કડકાઇથી પ્રતિબંધ હોવો જોઈશે.અને થૂંકવા ઉપર કડકાઇથી પ્રતિબંધ લાદવામાં આવશે.સ્થળો ખાતે જેની જરૂર ન હોય તેવા બિન અસરકારક મુલાકાતીઓ પર સમગ્રત: પ્રતિબંધ હોવો જોઈશે. કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર કરવા માટે અધિકૃત કર્યા હોય તેવા નજીકના વિસ્તારોમાની હોસ્પિટલને મુકરર કરવા જોઈશે. અને તમામ વખતે કામના સ્થળે તેનું યાદી અલભ્ય કરવી જોઈશે. જો આ શરતોનું પાલન કર્યા વગર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે તો તેની સામે ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.