Abtak Media Google News

રાજકોટ સહિત ચાર મહાનગરોમાં નાઈટ કફર્યુ 31મી સુધી લંબાવાશે

રાજયમાં ફરી કોરોનાએ માથુ ઉંચકતા રાત્રી કફર્યું લંબાવવા રાજય સરકાર મજબૂર: ગમે તે ઘડીએ કરાશે સત્તાવાર જાહેરાત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી બાદ રાજયમાં ફરી કોરોનાએ માથું ઉંચકયું છે. રાજકોટ સહિત રાજયના ચાર મહાનગરોમાં દિવાળીના તહેવાર બાદ રાત્રી કફર્યું મૂકવામાં આવ્યો છે. જેમાં સમયાંતરે ટાઈમીંગમાં થોડો ફેરફાર કરવામાં આવે છે. રાત્રીનાં 12 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કફર્યુ હાલ અમલમાં છે અને આજે તેનો છેલ્લો દિવસ છે. આવામાં કોરોનાનું સંક્રમણ વધતા રાજય સરકાર 31મી માર્ચ સુધી નાઈટ કફર્યું લંબાવે તેવી સંભાવના જણાય રહી છે. આ અંગે રાજય સરકાર દ્વારા સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

દિવાળીના તહેવાર બાદ રાજયભરમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા રાજય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યું લાદવામા આવ્યો હતો. શરૂઆતમાં રાત્રીનાં 9 વાગ્યા થી સવારનાં 6 વાગ્યા સુધી કફર્યું અમલમાં હતો ત્યારબાદ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો અને રાત્રીનાં 10 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યું રાખવામાં આવ્યો કોરોનાના કેસ ઘટતા રાત્રી કફર્યું 11 થી 6 કરવામાં આવ્યો અને ગત ફેબ્રુઆરી માસમાં રાત્રી કફયુર્ંંનો સમય રાત્રીનાં 12 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ રાજય સરકારે નાઈટ કફર્યું યથાવત રાખ્યો હતો. દરમિયાન ચૂંટણીમાં આડેધડ રાજકીય મેળાવડા, ડોર ટુ ડોર પ્રચાર, રેલીઆ અને જાહેરસભાના કારણે ગુજરાતમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા દશેક દિવસથી રાજયના મોટાભાગનાં જિલ્લાઓમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મહાનગરોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. આજે નાઈટ કફર્યુંનો અંતિમ દિવસ છે. હાલ રાજયમાં જે રિતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતા એવું લાગતુ નથી કે સરકાર રાત્રી કફર્યુંમાં કોઈ છૂટ છાટ આપે અધિકારીઓ દ્વારા સરકાર સમક્ષ રાત્રી કફર્યું 31મી માર્ચ સુધી લંબાવવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહી છે. આવામા રાજય સરકાર પણ આ મામલે ગંભીર છે.રાત્રી કફર્યું 31મી માર્ચ સુધી લંબાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

આ અંગે આજે ગમે તે ઘડીએ રાજય સરકાર દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવશે રાત્રી કફર્યું રાત્રીનાં 12 થી સવારના 6 વાગ્યા સુધીના બદલે રાત્રીનાં 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરવામા આવે તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવાર અને રવિવારના દિવસે મોલ અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હાલ સોશિયલ મીડિયામાં એવા સમાચારો પણ વાયરલ થઈ રહ્યા છે. રાજયનાં મહાનગરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવશે જોકે આ સમાચારોને સરકારી તંત્ર દ્વારા તદન પાયાવિહોણા ગણાવવામાં આવી રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ જે રીતે દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તે જોતા સરકાર મહાનગરોમાં ધુળેટીના પર્વની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે.આ અંગે પણ ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. રાજયનાં ચાર મહાનગરોમાં દિવાળીના તહેવાર બાદ જે નાઈટ કફર્યું લાદવામા આવ્યો છે. તેની મૂદત આજે પૂર્ણ થઈ રહી છે. આજે રાત્રી સંચાર બંધીનો અંતિમ દિવસ છે. આવામાં સરકાર નાઈટ કફર્યું 31મી માર્ચ સુધી લંબાવે તેવી પ્રબળ સંભાવના છે. અને આ અંગે આજે સાંજે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.