Abtak Media Google News

કોરોના વાયરસને કારણે છવાયેલી વૈશ્ર્વિક મહામારીને એક વર્ષ કરતા વધુ સમય વીતી ચૂકયો છે.તેમ છતાં હજુ વાયરસની ઉથલપાછળ ચાલુ છે. ભારતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેમ કેસમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. કોરોનાની ‘સુનામી’ આવી હોય તેવી ભયંકર સ્થિતિ ઉભી થઈ રહી છે. વકરતા વાયરસમાં વિશ્ર્વમાં ભારત ફરી ત્રીજા ક્રમે આવી ગયો છે. સતત ચોથા દિવસે દેશમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે ખતરાની ઘંટડી સમાન છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનને ચેતવણી આપતા જણાવ્યું છે કે, બ્રાઝીલનું ટ્રીયો કે જયાં વિશ્ર્વના સૌથી વધુ કેસ છે. બ્રાઝીલ બાદ બીજા નંબરે અમેરિકા અને ત્યાર પછી ભારત છે ગઈકાલે બ્રાઝીલમાં 79,069 કેસ નોંધાયા હતા જે વિશ્ર્વભરનો રેકોર્ડ છે. ત્યાર પછી આવતા અમેરિકામાં 60,228 કેસનો ભારતમાં 46,951 કેસ નોંધાયા હતા. ભારતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની બનતી જઈ રહી છે. ગુજરાતમાં પણ સ્થિતિ વણસતી જઈ રહી છે. સોમવારના રોજ ગુજરાતમાં સૌથી વધુ 1640 કેસ નોંધાયા હતા. ત્યારબાદ છતીસગઢમાં 1525, દિલ્હીમાં 888 કેસ નોંધાયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.