Abtak Media Google News

શબને ખાસ પ્રકારની પ્લાસ્ટિક બેગમાં રખાય છે, પરિવારનેે એક જ વાર મોઢુ બતાવીને બંધ કરી દેવાય છે. શબયાત્રામાં ઓછામાં ઓછા ફકત પરિવારના સભ્યોને રખાય છે. ડેડ બોડીને ભેટવું, ગળે લાગવું, કિસ કરવું કે સ્નાન કરાવવા જેવી વિધિની મનાઇ હોય છે

વિશ્ર્વભરમાં કોરોના મહામારીએ લાખો લોકોને ‘મોત’ને ઘાટ ઉતારી દીધા છે ત્યારે આપણો દેશ ભારત પણ તેની સાથે ઝઝુમી રહ્યો છે. ચેપી રોગના દર્દીનું મૃત્યુ થયા બાદ તેની અંતિમ વિધી માટે આરોગ્ય મંત્રાલયની ચોકકસ માર્ગદર્શીકા હોય છે. અને તે પ્રમાણે જ તેની વિધી ફરજીયાત કરવાની હોય છે. વર્ષોથી ‘એઇડસ’ના કેસમાં આપણે અમલ કરીએ છીએ.

Advertisement

હાલમાં ‘કોરોના’ને કારણે મૃત્યુના પ્રમાણ દિન પ્રતિદીન વધી રહ્યા છે. તેની ડેડ બોડીની અંતિમ સંસ્કાર વિધીની ચોકકસ માર્ગદર્શિકા છે જે જાણવી ખુબ જ જરૂરી છે. ભારત સરકારનાં આરોગ્ય વિભાગે તેના માટે ચોકકસ દિશા-નિર્દેશો જાહેર કરેલા છે. જેનો અમલ કરવો ફરજીયાત છે અને સૌના લાભમાં પણ છે. કારણ કે ચેપ ત્યાંથી પણ ફેલાય શકે છે. ‘ચેપી રોગ’માટેની ડેડ બોડી માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ વૈશ્ર્વિક ગાઇડ લાઇન જાહેર કરી છે.

કોરોના વાયરસથી મૃત્યુ થયા બાદ તેના અંતિમ સંસ્કાર આજુબાજુ કરવા પડે છે. બોડીને દૂર દૂર ફેરવવાથી બીજાને ચેપ લાગવાની શકયતા વધી જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ૬ પાનાની ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં પરિવારજનો એક જ વાર ચહેરો જોઇ શકશે. અંતિમ સંસ્કાર વીધીમાં ઓછામાં ઓછા ને પરિવારના નજીકના ને જ ભાગ લેવા દે છે. ડેડ બોડી લઇ જનાર આરોગ્ય સ્ટાફે પણ ઘણી તકેદારી રાખવી પડે છે. ‘કોરોના’થી મૃત્યુ થયા બાદ તેના આખા શરીરે એક લેપ જેવું લીકવીડ લગાડાય છે. જેથી લાંબો સમય તે સુરક્ષિત રહી શકે. જયાં ડેડ બોડી રખાય છે ત્યાં ૪ ડીગ્રીથી અધિક તાપમાન ન હોવું જોઇએ.

ડેડ બોડી પરિવારજનોને સોંપે એ પહેલા મરનારના શરીરમાં જેટલી નળીઓ હોય તે કાઢી લેવાય છે. જો કોઇ કાળુ દેખાય તો તેને બુરી દેવું પડે છે. ડેડ બોડીમાં કોઇ લિકેજ નથી ને તે ચેક કરાય છે. બાદમાં સં૫ૂર્ણ બોડીને એક ખાસ પ્રકારની પ્લાસ્ટિક બેગમાં રખાય છે. એના ઇલાજ માટે જે જે સાધનો વપરાયા હોય તે તમામને ચોકકસ ગાઇડ લાઇન  મુજબ સેનેટાઇઝ કરાય છે.

જે તબિબ ટીમ પોસ્ટ મોર્ટમ કરે છે તેને રોગની તથા સંક્રમણ ફેલાવવાની જાણકારી હોવી જોઇએ. એક વારમાં એક જ પોસ્ટમોર્ટમ કરવું. પી.એમ. રૂમનું ટેમ્પરેચર ૪ ડીગ્રીથી વધારવું નહીં. ત્યાં ખાસ પ્રકારે હાઇજીતનું ઘ્યાન રાખવું ડોકટર, નર્સ સ્ટાફ પૂરા કપડામાં હોવા જોઇએ. કોઇ ભાગ ખુલ્લો ન હોય તેનું ઘ્યાન રાખવું.

મૃત્યુ પામનારનો ચહેરો પરિવારને એકવાર બતાવાય છે ડેડ બોડીને ભેટવું, કિસ કરવું, ગળે લાગવું, સ્નાન કરવું જેવી તમામ બાબતોની મનાઇ હોય છે. જો કોઇ ધાર્મિક રીત-રિવાજ હોય તો તે ઝડપથી કરી લેવા પડે છે. એકવાર ડેડ બોડીને ખાસ પ્રકારની બેંગમાં રાખી દે છે પછી તે ખુલી નહી શકે. અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોએ સંપૂર્ણ રીતે હાથ-મોઢું સાફ કરવું, સેનેરાઇઝરનો ઉપયોગ કરવો વિધી બાદ તેની રાખને નદીમાં પધરાવી દેવી. સળગી ગયા પછી કોઇ ખતરો રહે તો નથી. ઓછામાં ઓછા લોકો શબયાત્રામાં જોડાય તે જરૂરી છે હોસ્પિટલથી ખાસ પ્રકારની બેગમાં બોડીને ઘેર લવાય છે.

ડેડ બોડી લઇ જનારા કે મુકવા જનારાઓએ સર્જીકલ માસ્ક, ગ્લોઝ તથા નિયત જરૂરી કપડાઓ પહેરેલ હોવા જોઇએ  યાત્રામાં જોડાયેલ વાહનોને પછી સંપૂર્ણ સેનેરાઇઝ કરવા ફરજીયાત છે.

ખાસ પ્રકારનાં ચેપ તથા ચેપીરોગોના મૃતકો માટે આવી ગાઇડ લાઇન મુજબ વિધી કરવી પડે છે. જેથી તેના પરિવારજનોને ચેપ ન લાગે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.