Abtak Media Google News

ગોંડલમાં કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે ટપોટપ લોકો મોત થઈ રહ્યા છે ત્યારે કોરોનાથી વધુ 6 લોકોના મોત થતા છેલ્લા એક સપ્તાહમાં કોરોનાથી મૃત્યુનો આંક 40ને પાર થતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

 

શહેરની ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા મળી રહી નથી લોકો મોતના ભયથી ફફળી રહ્યા છે ખાનગી હોસ્પિટલ ના તબીબ અને સ્ટાફ પણ સંક્રમિત થઈ ગયા છે.કોરોના ની સારવાર કરી રહેલ ખાનગી હોસ્પિટલ નાં તબીબ ખુદ કોરોનાગ્રસ્ત થતાં સમૂળગી હોસ્પિટલ બંધ થવાં પામી છે.  મુક્તેશ્વર સેવા ટ્રષ્ટ સંચાલિત મુક્તિધામ ખાતે કોરોનાથી મૃત્યુ પામેલા ફરામરોજ હોરમસજી મારોલીયા પારસી ઉ.વ. 83, મગનભાઈ રણછોડભાઈ રૂપાપરા ઉ.વ. 51, કિરણબેન પ્રકાશભાઈ સાટોડીયા ઉ.વ. 36, હિંમતલાલ કરમશીભાઈ ભેંસદડીયા ઉ.વ.72, કાંતાબેન ભીખુભાઇ દેવગણીયા ઉ.વ. 82, તેમજ ઇન્દુબા ધર્મેન્દ્રસિંહ હાડા ઉ.વ. 55 ના અગ્નિસંસ્કાર કરવાની સાથે કોરોનાથી મૃત્યુ નો આંક 40 ને પાર થઈ જવા પામ્યો હતો.

આ ભયાવહ પરિસ્થિતિ ને અનુલક્ષીને તબીબો, આગેવાનો અને અધિકારીઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે ઘરમાં રહો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, લોકડાઉનનું પાલન કરો અન્યથા હજુ પણ પરિસ્થિતિ ખરાબ અને કાબુ બહાર થઈ જશે.બીજી બાજુ લોકો હજુ પણ શોશ્યલ ડિસ્ટન્સ ને અવગણી કોરોના ને આમંત્રણ આપતાં દ્રષ્યો જોવાં મળી રહયાં હોય ગોંડલ માં કોરોના સંક્રમણ બેખૌફ થવાં પામ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.