કોરોનાની સ્થિતિ વણસતા સિવિલ તંત્ર સજજ, ટ્રોમા સેન્ટરમાં આટલા બેડની કરાઇ વ્યવસ્થા

ઓર્થોપેડિક અને ઇએનટી વિભાગ રેલ્વે હોસ્પિટલમાં ખસેડાયા

રેલ્વે હોસ્પિટલના તબીબો સાથે સંકલન કરી દર્દીઓની થશે સારવાર

કોવિડનું સંક્રમણ વધશે તો હજુ પણ બેડમાં વધારો કરવામાં આવશે : સુપ્રિટેન્ડેન્ટ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતી વણસ્તાં સિવિલ તંત્ર ફરી એક વાર પોતાની કામગીરી લઇ સજજ થયુ છે હોસ્5િટલના પ્રાગણમાં રહેલા ટ્રોમા સેન્ટરમાં હવે કોવિડના દર્દીઓને સારવાર માટે ઓકિસજન સહીત 130 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રોમાં સેન્ટરમાં રહેલા ઓથોપેડીક અને ઇએનટી વિભાગને હવે રેલ્વે હોસ્પિટલમાં સ્થળાતર કરવામાં આવ્યા છે. આ સાથે વધુમાં રેલ્વે હોસ્પિટલના તબીબો સાથે સંકલન કરીને દર્દીઓની સારવાર કરવામાં આવશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 690 બેડની સુવિધા હતી પરંતુ હવે તેમાં ઓકિસજનાં 123 બેડ સાથે વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેની કામગીરી હાલ સિવિલ તંત્ર દ્વારા શરૂ  કરી દેવામાં આવી છે.

રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે કોરોના અતિ ગંભીરરૂપ ધારણ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પીડીયુ સીવીલ હોસ્પિટલ અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઉભરાઇ રહી છે ત્યારે આવી પરિસ્થિતીને પહોંચી વળવા માટે સિવિલ તંત્ર સજજ થયુ છે. જેના પગલે ટ્રોમા સેન્ટરમાં કાર્યરત ઓથોપેડીક અને ઇએનટી વિભાગોને હાલ જામનગર રોડ પર આવેલી રેલ્વે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ 690 બેડની સુવિધા તો હવી જ પરંતુ હવે તેમાં ઓકિસજન સાથેના 123 બેડ મળી છેે. કુલ 130 બેડ કરવા પણ વધારાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સાથે જેમ જેમ કોવિડ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમ બેંડની સાથે નસિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.

કલેકટર રેમ્યા મોહને જણાવ્યા મુજબ, કોરોનાના દર્દીની સંયા એકાએક વધી રહી છે. પરંતુ આવી કોઈ પણ સ્થિતિને પહોચી વળવા માટે તંત્ર હંમેશના સજજ છે. સિવિલનાં કોવિડ વિભાગનાં તમામ બેડો ફૂલ થઈ જવાને આળે આવતા સિવિલનાં વોર્ડ નં. 7,10,11 અને મનોચિકિત્સક વિભાગના દર્દીઓને અન્ય વોર્ડમાં શિફટ કરી ત્યાં કોવિડના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ઓર્થોપેડીક અને ઈએનટી વિભાગના દર્દીને પણ રેલવે અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં શિફટ કરી તે બંને વિભાગમાં કોરોનાના દર્દી માટે વધુ બેડોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે કારણે અત્યાર સુધી સિવીલમાં 590 બેડની સુવિધા હતી તેમાં વધારો કરી 800 બેડની સુવિધા કરી દેવામાં આવી છે. સાથોસાથ સમરસ હોસ્પિટલમાં પણ વધુ 130 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોવિડનો દર્દીઓ માટે બને તેટલી સારવાર અને સુવિધાઓમાં વધારો કરીશુ: ડો.ત્રિવેદી

પીડિયુ સિવિલ હોસ્પિટલમાં હાલ દર્દીઓના ઘસારાને પહોંચી વડવા માટે હાલ ટ્રોમા સેન્ટરમાં 4 અને 5 માળે કોવિડની ઓકિસજન સાથેની સુવિધા કરવામાં આવી રહી છે. જેના માટે હવેથી ઓથોપેડીક અને ઇએનટી વિભાગોને રેલ્વે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાખલ થતા દર્દીઓને જરૂર પડે ઓફિસજનની સુવિધા પણ અત્રે ઉપલબ્ધ કરવામાં આવી છે જેની કામગીરી જોર સોરથી આવી રહી છે કોવિડના સ્ટાફની મહેનત અને લગનથી દર્દીઓની સારવારમાં કોઇ કચાસના આવે તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે તો બીજા તરફ રેલ્વે હોસ્પિટલમાં સ્થળાતર કરાયેલા વિભાગોના દર્દીઓને રેલ્વે  હોસ્પિટલનાં તબીબો દ્વારા પણ સારવાર મળે જેના માટે સંકલન કરવામાં આવી રહ્યું છે.