Abtak Media Google News

એનીમલ હેલ્પલાઈનની સરકાર સમક્ષ માંગ: ગૌશાળા પાંજરાપોળોને કોરોના મહામારીને ધ્યાને લઈને સરકાર દ્વારા સ્પેશ્યલ પેકેજ જાહેર કરવાની માંગ કરતું એનીમલ હેલ્પલાઈન

જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતિમાં રાજયના મૂંગાઅબોલ પશુજીવોને ઘાસચારો પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજયની રજીસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળોના આશરે 4 લાખ જેટલા પશુઓ માટે રાજય સરકાર દ્વારા ’સ્પેશ્યલ પેકેજ’ જાહેર કરવામાં આવે તેવી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.ગત વર્ષે કોરોનાકાળમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા અવારનવાર રાજયની તમામ ગૌશાળા પાંજરાપોળો સબસીડી આપીને જીવદયાનું એક ઉતમ ઉદાહરણ પાડયું છે. જીવદયાના અનેકો કાર્યો વખતો વખત રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

કોરાના મહામારીએ અત્યારના સંજોગોમાં ભયંકર રૂપ ધારણ કર્યું છે ત્યારે પાંજરાપોળ ગૌશાળાઓનાં પશુધનનું ભરણપોષણ નાના મોટા મહાજન, વેપારી, ઉદ્યોગપતિઓ દ્વારા અપાતા દાન પરથી નિભાવ થતો હોય છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ હતો જ અને ઓછામાં વધુ મહામારી જેવા રોગે ધંધારોજગારની કમર તોડી નાખી છે. ત્યારે પશુધનને નિભાવવા માટે રોજ મિનિમમ રૂા. 100નો ખર્ચ થતો હોય છે અને પાંજરાપોળ ગૌશાળાઓમાં કામ કરતા પરીવારોને પગાર, અન્ય ખર્ચા, મોંઘાભાવે મળતા ખાણદાનથી સંસ્થાઓનાં પણ હાલ બેહાલ થયા છે.તેને ધ્યાનમાં રાખી સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારીને ’સ્પેશ્યલ પેકેજ’ જાહેર થાય તો અબોલ જીવો માટે આશીર્વાદરૂપ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.