Abtak Media Google News

વાયરસના કારણે વેપાર-ઉદ્યોગની કમર તૂટી જતાં લોન ભરવામાં લોકોને ફાંફાં: આગામી સમયમાં એનપીએ વધે નહીં તે માટે બેંકો દ્વારા કવાયત શરૂ કરી

કોરોના વાયરસના કારણે લોકોના જાહેર જીવન પર ભારે અસર પડી છે. આ ઉપરાંત દેશના અર્થતંત્રની પણ કોરોના વાયરસે કમર તોડી નાખી છે. ચીન, અમેરિકા જેવા મોટા દેશોમાં કોરોનાના કારણે ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં લોન લેનારની સ્થિતિ પણ કફોડી બની ચૂકી હોય તેમ લોનના હપ્તા ભરવામાં રાહત આપવામાં આવે તેવી માંગણીઓ થઈ રહી છે. વેપાર-ધંધા-ઉદ્યોગો લાંબા સમય સુધી બંધ રહેતા લોકોની આવક પર મોટો ફટકો પડ્યો છે. જેના કારણે લોનના હપ્તા ભરવામાં કેટલાક લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે.

તાજેતરમાં બેંકોના એસો. દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એનપીએ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. એનપીએમાં રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વર્તમાન સમયે કોરોના વાયરસના કારણે ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા છે. ઈમ્પોર્ટ-એકસ્પોર્ટને માર પડ્યો છે. ત્યારે એનપીએના નિયમોમાં છુટછાટ આપવામાં આવે તેવી ઈચ્છા બેંકોની છે. લોનના હપ્તા ભરનારને આ છુટછાટના પગલે રાહત થશે તેવું માનવામાં આવે છે. ભારતીય અર્થતંત્ર અત્યારે સૌથી સુસ્ત તબક્કામાંથી પસાર થયું છે.

નોંધનીય છે કે, ભારતીય બેંકો પર હજુ સુધી ૧૦ લાખ કરોડ જેટલી બેડ લોનનું તોતીંગ ભારણ છે. આ ભારણમાં કોરોના વાયરસથી સુસ્તીની સ્થિતિ પડ્યા પર પાટુ સમાન સાબીત થઈ છે. મોટા ઉદ્યોગોની બેલેન્સસીટ બગડી ગઈ છે. લોન લઈને વેપાર-ધંધો કરનાર વ્યક્તિઓનું બજેટ ખોરવાયું છે. જેમ જેમ કોરોના વાયરસના કેસ વધે છે તેમ તેમ સ્થિતિ વણસી રહી છે. જેના કારણે વર્તમાન સમયે એનપીએ મુદ્દે રાહત આપવામાં આવે અને લોન ભરવામાં કેટલીક મહોલત મળે તેવું લોન લેનારની ઈચ્છા છે.

કોરોનાના કારણે વિશ્ર્વભરનું અર્થતંત્ર સુસ્ત થઈ ગયું છે. ભારતના ટોચના ૧૪ રાજ્યોમાં જાહેરમાં લોકોને એકઠા ન થવા મુદ્દે સુચના અપાયા છે. ધીમે ધીમે બજારમાં પણ સન્નાટો છવાઈ રહ્યો છે. આગામી એપ્રીલ મહિના સુધી કોરોનાની અસર આખી વિશ્ર્વમાં જોવા મળશે. અત્યાર સુધીમાં લાખો-કરોડોનું નુકશાન થઈ ચૂકયું છે. આગામી સમયમાં આ નુકશાનનો આંકડો બે ગણો થઈ જાય તેવી દહેશત લોકોમાં છે. વૈશ્ર્વિક શેરબજારો પણ એકાએક નીચે પટકાયા છે. રોકાણકારોને મોટા નુકશાનનો માર સહન કરવો પડે છે. આવા સંજોગોમાં બેંકમાંથી લોન લેનાર વ્યક્તિને થોડા અંશે રાહત આપવામાં આવે તેવી બેંકો ઈચ્છી રહી છે. એનપીએના મુદ્દે બેંકોનું સંગઠન ટૂંક સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી એનપીએમાં રાહત આપવાની માંગ થશે. લોકો પાસે આવકનો સોર્સ ફરીથી યોગ્ય ન થાય ત્યાં સુધી હપ્તામાં રાહત આપવામાં આવે તેવી ગણતરી થઈ છે. જો કે, કોરોનાની ઈફેકટ હજુ બે મહિના સુધી રહેશે તો બેંકોની હાલત પણ કફોડી થઈ જશે. એનપીએ મુદ્દે લોકોને અથવા તો બેંકોને કોઈપણ જાતની રાહત મળશે નહીં.

3. Wednesday 1

ક્રૂડના ભાવ તળિયે: બેરલના ૩૦ ડોલરની નીચે: બજાર મંદીમાં ગરકાવ

કોરોના વાયરસના કારણે વિશ્ર્વભરમાં અફરા-તફરીનો માહોલ છે. જેના કારણે ક્રુડ આધારીત વેપાર-ધંધા-ઉદ્યોગોની સાથો સાથ ટ્રાન્સપોર્ટેશન પણ ઠપ્પ થઈ ગયું છે. માંગ ઓછી છે અને ઉત્પાદન ઓછું છે જેના કારણે ક્રુડના ભાવ તળીયે પહોંચી ગયા છે. બજારમાં ચોતરફ મંદી વ્યાપી છે. વૈશ્વિક બજારમાં સોમવારે ક્રુડ ઓઇલની કિંમતોમાં ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.ક્રુડ ઓઇલના ભાવમાં આ ઘટાડો મુખ્યત્વે દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના કારણે ટ્રાવેલ બીઝનેસમાં પડેલ મારના કારણે આ ઘટાડો આવ્યા હોવાનું સામે આવ્યુ છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતીમાં સોમવારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રુડના ભાવમાં ૨.૨૯ ડોલર પ્રતિ બેરલ ઘટીને ૨૯.૪૨ ડોલરના સ્તર પર આવી ગયુ છે.જ્યારે બ્રેન્ટ ક્રુડના ભાવ પણ ૩.૬૮ ડોલર એટલે કે ૧૦.૭ ટકાથી ઘટીને ૩૦ ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયા છે. કોરોના વાયરસના કારણે લોકો ટ્રાવેલીંગ ઓછુ કરી રહ્યા છે.આના કારણે તેલની માંગમાં ઘટાડો થયો છે.આનાથી ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે.ડિમાંડ અને સપ્લાઇના દબાવના કારણે ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.જ્યારે બીજી તરફ ક્રુડ ઓઇલનો મુખ્ય ઉત્પાદક સઉદી અરબે આઉટપુટ વધારવા સાથે ભાવમાં ઘટાડો કર્યો જેથી એશિયાઇ અને યુરોપીય ગ્રાહકોના સેલ્સમાં વધારો થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.