Abtak Media Google News

૫૦ ટકા કેપેસીટી સાથે રેસ્ટોરન્ટ ચલાવવા અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા કડક સુચના

દિવાળીના તહેવાર બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી વોર્ડ વાઈઝ હોટલ-રેસ્ટોરન્ટ ચેકિંગ શ‚ કરવામાં આવ્યું છે. આજે ૨૫ જેટલી હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરી તમામને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવાની સુચના આપવામાં આવી છે.

આજે આરોગ્ય શાખાની ટીમ દ્વારા શહેરના પ્રેમ મંદિર પાસે સંકલ્પ રેટોરન્ટ, વિમલનગર મેઈન રોડ પર હરીઓમ ફાસ્ટફૂડ, આકાશવાણી ચોકમાં કાકા ડોટ કોમ, ઓમ સાંઈ રેસ્ટોરન્ટ, ન્યુ રેસ્ટોરન્ટ, બાપા સીતારામ ગુજરાતી થાળી, ઠાકરધણી રેસ્ટોરન્ટ, યુનિવર્સિટી રોડ પર માહેશમતી રેસ્ટોરન્ટ, કિંસ્મત રેસ્ટોરન્ટ, મેગી સેન્ટર, દ્વારકાધીશ હોટલ, નારણભાઈ ભેળવાળા, આશાપુરા રેસ્ટોરન્ટ, મહાદેવ હોટલ, લકી રેસ્ટોરન્ટ, મીચીઝ રેસ્ટોરન્ટ, પિઝા ક્ધટ્રી, ઈન્ફીનીટી રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ પર શ્રીજી હોટલ, સબ-વે, સરદાર કા ઢાબા, ઓનેસ્ટ, ચાય ચાય, બેસ્ટ મયુર ભજીયાને ત્યાં ચેકિંગ હાથ ધરી તમામને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.