Abtak Media Google News

૧૯મી સપ્ટેમ્બર સુધીમાં શહેરના તમામ ૧૮ વોર્ડને આવરી લેવાશે: મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચરમેન ઉદય કાનગડ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની જાહેરાત

રોગચાળાને વકરતો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૪ થી ૧૯ સપ્ટેમ્બર સુધી શહેરમાં વન-ડે, થ્રી વોર્ડ ફોગીંગ તથા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને સેનીટેશન સમિતિના ચેરમેન અશ્ર્વિનભાઈ ભોરણીયાએ કરી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વરસાદી સિઝન અને મચ્છરજન્ય રોગ માટેની ટ્રાન્સમિશન સિઝનને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફોગીંગ તથા સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ૧૪મીના રોજ વોર્ડ નં.૧, ૨ અને ૪માં ૧૫મીના રોજ વોર્ડ નં.૩, ૫ અને ૮માં ૧૬મીના રોજ વોર્ડ નં.૬, ૭ અને ૯માં, ૧૭મીના રોજ વોર્ડ નં.૧૦, ૧૩ અને ૧૫માં, ૧૮મીના રોજ વોર્ડ નં.૧૧, ૧૪ અને ૧૬માં, ૧૯મીના રોજ વોર્ડ નં.૧૨, ૧૭ અને ૧૮ના અલગ વિસ્તારોમાં ફોગીંગ તથા સફાઈ ઝુંબેશ શરૂ કરાશે. જેમાં ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલો કચરાનો નિકાલ કરશે. ન્યુસન્સ પોઈન્ટની સફાઈ, વોંકળાની સફાઈ કરાશે. મચ્છરોના ઉત્પતિ સ્થાનોએ ફોગીંગ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.