Abtak Media Google News

ઇ-બાઇક લેનાર 605 શહેરીજનોને પણ રૂ.5000 મુજબ સબસિડી અપાઇ

પ્રદૂષણ ઘટાડવા માટે મહાપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં સાયકલની ખરીદી કરનાર 3,851 લોકોને કોર્પોરેશન દ્વારા સબસિડી ચૂકવવામાં આવી છે. જ્યારે ઇ-બાઇકની ખરીદી કરનાર 605 શહેરીજનોને રૂ.5 હજાર મુજબ સબસિડી આપવામાં આવી છે. હાલ કોર્પોરેશન દ્વારા ભારતીય બનાવટની સાયકલની ખરીદી કરનાર પરિવારદીઠ રૂ.1000ની સબસિડી આપવામાં આવે છે.

છેલ્લાં બે વર્ષથી ઇ-બાઇકની ખરીદી કરનાર વ્યક્તિને પણ રૂ.5 હજારની સબસિડી આપવામાં આવે છે. દર વર્ષે બજેટમાં સાયકલ અને ઇ-બાઇક ખરીદનારને સબસિડી આપવા માટે માતબર જોગવાઇ કરવામાં આવી રહી છે. આ વર્ષે 3,851 પરિવારોએ સાયકલની ખરીદી કરીને સબસિડી મેળવી છે. જ્યારે 605 લોકોએ ઇ-બાઇક ખરીદીને સબસિડી મેળવી છે.

અત્યાર સુધીમાં કુલ 14,359 લોકોને સાયકલ ખરીદવા બદલ અને 705 લોકોને ઇ-બાઇક ખરીદવા બદલ સબસિડી આપવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે પણ માતબર જોગવાઇ કરવામાં આવી છે. ભારતીય બનાવટની સાયકલ ખરીદનારને જ સબસિડી આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.