Abtak Media Google News

જયારે આખી સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે ત્યારે અસરકારક પગલા ભરવા અનિવાર્ય. તાજેતરમાં ઓનલાઈન બિનખેતી હુકમોનાં વિતરણનાં એક કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રીએ સહર્ષ સ્વિકાર કરેલ કે, મુખ્ય વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર વ્યાપી ગયેલ છે. આ સી.એમ.નાં સહર્ષ સ્વિકારને આવકારતા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ ભ્રષ્ટાચાર બાબતે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે,આજે રાજયભરમાં ભ્રષ્ટાચારનો વ્યાપ દરેક ક્ષેત્રે વધી રહ્યો છે. ગુજરાત રાજયના દરેક વિભાગોમાં ટેબલે ટેબલે ખુલ્લે આમ કોઈપણ પ્રકારના ડર વગર ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. જાણે અજગરોએ ભરડો લીધો હોય તેવી પ્રતીતી દરેક ગુજરાતીઓને થઈ રહી છે ત્યારે ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર અંગેનો એકરાર ગણાવી વધુમાં જણાવેલ કે, આખા રાજયમાં હપ્તા રાજ ચાલી રહ્યું છે. ભાજપનાં રાજમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની રહ્યો છે તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવેલ છે ત્યારે સરકારે અસરકારક રીતે ભ્રષ્ટાચારને ડામવા માટે હિંમતપૂર્વક યોગ્ય પગલા લેવા જોઈએ તેવી દરેક ગુજરાતીઓની લાગણી અને માગણી એમ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ મંત્રી ભગુભાઈ વાળાએ તેમની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.