રાજકોટ જિલ્લામાં કાચા સોના સમાન કપાસનું વાવેતર વધ્યું

સૌરાષ્ટ્રમાં ફુલ 33.53 લાખ હેક્ટરમાં વાવેતર જેમાં કપાસનું 16.82, મગફળીનું 12.73, એરડાનું 7.80, સોયાબીનનું 6.78, તલનું 2.13,  હેક્ટરમાં વાવેતર

સોંરાષ્ટ્રમાં થોડા દિવસોથી પડી રહેલા સચરાચર વરસાદથી ખરીફ પાકોના વાવેતરમાં ઉતરોતર વધારો થયાંનું જાણવાં મળેલ છે. સૌરાષ્ટ્રમાં 33,53,400 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ 16.82 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યાર બાદ દ્વિતીય ક્રમે 12.73 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ ખરીફ વાવેતર નોંધાયું છે. દ્વિતીય ક્રમે રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 5.04 લાખ, જામનગરમાં 3.27 લાખ, મોરબીમાં 2.37 લાખ, સુરેન્દ્રનગમાં 4.30 લાખ, પોરબંદરમાં 7,10, જૂનાગઢમાં 3.21 લાખ, અમરેલીમાં 5.42 લાખ, ભાવનગરમાં 3.93 લાખ, બોટાદમાં 1.84 લાખ, ગીર સોમનાથમાં 1.44 લાખ અને દેવભૂમિ દ્વારકામાં 1.71 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. કપાસનું 16,82,600 હેક્ટર અને મગફળીનું 12,73,300 હેક્ટરમાં વાવેતર થયું છે. સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લામાં કુલ 33,53,400 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.

સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીનું વાવેતર (હેક્ટરમાં) જિલ્લો કપાસ મગફળી