Abtak Media Google News

1, 8, 15, 19, અને 22 ઓગસ્ટે માંસ, મટન, મચ્છી અને ચીકનના વેંચાણ કે સ્ટોરેજ પર પ્રતિબંધ

આગામી સપ્તાહથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો શુભ આરંભ થઇ રહ્યો છે. શ્રાવણમાં સોમવારનું સવિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસના ચાર સોમવાર અને જન્માષ્ટમીના તહેવારમાં કતલખાના બંધ રાખવા મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા આજે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે આગામી શ્રાવણ માસના ચાર સોમવાર અર્થાત 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર 19મી ઓગસ્ટના રોજ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી તેમજ ચીકનનું વેંચાણ કે સ્ટોરેજ કરવા પર પ્રતિબંધ ફરવવામાં આવ્યો છે.

તમામે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ધી જીપીએમસી એક્ટ-1949 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા તહેવારો, ગાંધીજયંતિ, સાધુ વાસવાણી જયંતિ સહિતના દિવસોમાં કતલખાના બંધ રાખવા માટેનો જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.