Abtak Media Google News

ચૂંટણી પંચના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ જ મતગણતરી થશે

મહાપાલિકાની મતગણતરી ૨૩મીએ અને જિલ્લા તાલુકા પંચાયત, પાલિકાઓની ચૂંટણીની મતગણતરી બીજી માર્ચે થશે

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની મતગણત્રી એક જ દિવસે કરવાની કોંગ્રેસની માગણી હાઈકોર્ટે ફગાવી દઈ ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ જ ગણતણત્રી કરવાની મંજૂરી આપી છે. આથી હવે મહાપાલિકાની ચૂંટણી તા.૨૧ના રોજ પૂરી થયા બાદ મતગણત્રી તા.૨૩ ફેબ્રુઆરીએ થશે તાલુકા પંચાયતો અને નગરપાલિકાની તા.૨૮ના રોજ ચૂંટણી યોજાયા બાદ તા.૨ માર્ચના રોજ ગણત્રી કરવામાં આવશે.

Advertisement

રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં મહાપાલિકાઓનીં ચૂંટણીતા.૨૧ ફેબ્રૂઆરને રવિવારે યોજવામાં આવી છે. અને તેના પરિણામે તા.૨૩મીએ જાહેર કરવામાં આવનાર છે. જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલીકાઓની ચૂંટણી તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી છે અને તેની મતગણત્રી તા.૨ માર્ચનારોજ યોજવાનું નકકી થયું હતુ ચૂંટણી પંચે જાહેર કરેલા આ કાર્યક્રમ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતા અને ચૂંટણીઓ બાદ એક જ દિવસે મતગણત્રી કરવા હાઈકોર્ટમાં દાદ માંગી હતી.કોંગ્રેસ હાઈકોર્ટમાં ચૂંટણી પંચના મત ગણત્રીનાં કાર્યક્રમ અંગે વાંધો ઉઠાવી એવી રજૂઆત કરી હતી કે રાજયમાં મહાપાલિકાના તા.૨૧મીએ ચૂંટણી યોજાયા બાદ તેની મતગણત્રી તા.૨૩મીએ કરવામાં આવે તો તેના પરિણામોની તા.૨૮ના રોજ થનારી જિલ્લા તાલુકા પંચાયતો અને પાલિકાની ચૂંટણીમાં મતદાન અને મતદારોમાં પણ અસર ઉભી કરે આથી ચૂંટણીના બંને તબકકા પૂરા થયા બાદ જ મતગણત્રી કરવા માગણી કરી હતી. કોંગ્રેસની માગણી બાદ હાઈકોર્ટે સરકાર અને ચૂંટણી પંચનો જવાબ માગ્યો હતો. સરકાર ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો.

હાઈકોર્ટે આજે ચૂકાદો આપી કોંગ્રેસની માંગણી ફગાવી દઈ ચૂંટણી પંચને કાર્યક્રમ મુજબ જ તા.૨૧મીએ મહાપાલિકાની ચૂંટણી અને તા.૨૩મીએ મતગણત્રી કરવા તથા જિલ્લા, તાલુકા પંચાયતોની ચૂંટણી તા.૨૮ ફેબ્રુઆરીએ અને મત ગણત્રી તા.૨ માર્ચે યોજવા મંજૂરી આપી દીધી હતી.

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.