Abtak Media Google News

ટોલ ટેકસ, જીએસટી, ટીડીએસ અને ઇ-વેબીલના પ્રશ્નનો ઉકેલ ન આવતા દેશવ્યાપી હડતાલ શરુ: લાખો લોકોની રોજગારી છીનવાશે

દેશભરના ટ્રકટ્રાન્સપોર્ટર્સ તેમની માગણીઓના સમર્થનમાં આજથી અનિશ્ચિત બંધ પાળવાના દેશભરમાં માલની હેરફેર આજથી થંભી જશે. ગુજરાતના ૯ લાખ અને દેશભરના ૭૫ લાખથી વધુ ટ્રક ટ્રાન્સપોર્ટર્સે સરકાર સમક્ષ મૂકેલી ૫ માગણીઓ અંગે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તેમણે ચક્કાજામ કરી દેવાનો નિર્ણય લીધો છે.

Advertisement

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના નિમેષ પટેલનું કહેવું છે કે અત્યારે રોજ રોજ ડીઝલના ભાવ બદલાયા કરે છે. સતત બદલાતા અને વધી જતાં ભાવને કારણે દેશના કોઈપણ શહેરમાંથી અન્ય શહેરમાં માલ મોકલવા માટેની ટ્રકની ટ્રીપના કોસ્ટિંગ નક્કી કરવામાં તેમને તકલીફ પડી રહી છે. તેમની બીજી માગણી ટોલ ફ્રી રોડ આપવાની છે. રસ્તામાં તેમની ટ્રકો રોકવાને પરિણામે વર્ષે રૃા. ૧.૪૭ લાખ કરોડના ઇંધણનો બગાડ થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે.2 49ત્રીજું, ૨૫ ટનની ટ્રકના થર્ડ પાર્ટી પ્રીમિયમ રૃા. ૪૦૦૦૦ જેટલા ઊંચા છે. આ પ્રીમિયમ પર ૧૮ ટકાના દરે જીએસટી લેવામાં આવે છે. પ્રીમિયમમાંથી વીમા એજન્ટોને ૧૫ ટકા જેટલું કમિશન આપવામાં આવે છે. આ સ્થિતિમાં તેના પરનો જીએસટી કાઢી નાખવામાં આવ તેવી ટ્રાન્સપોર્ટર્સની માગણી છે.

ચોથું, ઇ-વે બિલ ઇશ્યૂ કરાવવામાં ઓનલાઈન પડતી તકલીફ અને તેમાં રહી જતી નાની અમથી ભૂલને કારણે ઇ-વે બિલને જ અમાન્ય કરી દેવાની સરકારની માનસિકતા ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધારે છે. આ સમસ્યાનો પણ ઉકેલ આપવાની તેમણે માગણી કરી છે.ઈ-વે બિલમાં સહજ થઈ જતી ભૂલને દંડને પાત્ર બનાવી દેવાનું જીએસટી અધિકારીઓના વલણ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.3 38ટ્રાન્સપોર્ટર્સની જુદી જુદી માગણીઓ જેવી કે, ટેરિફ એડવાઈઝરી કમિટીની પુન:સ્થાપના કરવી જોઈએ. નાણાં બિલ ૨૦૧૮ની કલમ ૪૪એઈમાં સુધારો કરો. ૧૦ ટ્રકથી વધુનો કાફલો ધરાવનારાઓ પર ટનદીઠ રૃા.૧૦૦૦ની અનુમાનીત આવક ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો તેનો વિરોધ કરી રહ્ય છે.

ટ્રાન્સપોર્ટર્સને બિલ પેટે ચૂકવવામાં આવતી રકમમાંથી બે ટકાના દરે ટીડીએસ કરવાની જોગવાઈ રદ કરવાની માગણી કરવામાં આવી છે. બિલ ચૂકવનાર ટીડીએસની રકમ જમા ન કરાવે ત્યારે ટ્રાન્સપોર્ટર્સની હાલાકી વધે છે. ડીઝલ પર વધારાની બે ટકા સેસ લઈ લો, પણ દેશના તમામ રસ્તાઓને ટોલ ફ્રી બનાવી દો. ડાયરેક્ટ પોર્ટ ડિલીવરી માટે ટેન્ડરની સિસ્ટમ નાબૂદ કરી દો. જેએનપીટી પર આ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. તેનાથી ચોક્કસ ટ્રાન્સપોર્ટર્સની મોનોપોલી ઊભી થઈ છે.

મુસાફરોના ધસારાને ધ્યાને રાખી એસ.ટીના રૂટ વધારાશે: જેઠવા4 30રાજકોટ: ગુજરાતના ૯ લાખ અને દેશભરના ૭૫ લાખથી વધુ ટ્રકો અને ટ્રાવેલ્સ આજે હડતાલ પર ઉતર્યા છે. ટ્રક ટ્રાન્સપોટર્સ અને ટ્રાવેર્લ્સ હડતાલ પર ઉતર્યા હોવાથી બહારગામ જતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે.St Dines Jethva જેને લઈ રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રાવેલ્સની હડતાલ હોવાથી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોના ઘસારાને ધ્યાને રાખીને જે-તે ‚ટ નવા શ‚ કરવામાં આવશે અને મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.