Abtak Media Google News

સુદાનથી દિલ્હી આવ્યાની બાતમી મળતા પોલીસે દબોચી લીધા: પતિના આઠ દિવસ અને પત્નીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર

દંપતિ વિરૂઘ્ધ રેડ કોનર નોટિસ જારી કરાઇ હતી

જામનગરમાં લાલ બંગલા સ્થિત એક લસ્સી ના વેપારીએ જામનગરના જ એક શિક્ષક સાથે મળીને રોકાણા બહાને અનેક લોકો પાસેથી નાણા ખંખેરીને કરોડોનું ચીટીંગ કર્યું હતું, જે બહુચર્ચિત પ્રકરણ ના મુખ્ય સૂત્રધાર એવા જામનગરના દંપત્તિને વિદેશથી આવતાની સાથે દિલ્હી એરપોર્ટ પરથી જામજોધપુર પોલીસે ઝડપી લીધા છે, અને તેઓને જામજોધપુર લઈ આવ્યા પછી પતિના આઠ દિવસ અને પત્નીના ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

Advertisement

આ પ્રકરણની વિગતો એવી છે કે જામનગરના લાલ બંગલા સ્થિત લસ્સીના વેપારીએ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ની શાળા ના નિવૃત્ત શિક્ષક નિઝાર આડતિયા ની સાથે રોકાણ ના બહાને જામનગરના અનેક લોકો પાસેથી નાણા એકત્ર કરીને ભાગી છૂટ્યા હતા અને ચીટીંગ કર્યું હતું.

જે અંગે ચિટિંગ ટોળકીનો ભોગ બનનારા જામનગર જિલ્લાના જામજોધપુરના એક વ્યક્તિએ જામજોધપુર પોલીસમાં મથકમાં ચીટીંગ અંગેની ફરિયાદ નોંધાવ્યા પછી અગાઉ પોલીસે લસ્સીવાળા ની અટકાયત કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો.

દરમિયાન આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર ગણાતા મૂળ જામનગરના જ વતની અને હાલ વિદેશ ભાગી છૂટેલા નિજાર સમસૂદ્દીન આડતિયા અને તેની પત્ની તન્જીલા આડતીયા કે જે વિદેશથી ભારત આવી રહ્યા છે, તેવી માહિતી જામજોધપુર પોલીસને મળી હતી. ઉપરોક્ત દંપતિ દુબઈમાં રહીને એચ.યુ.એફ. પેઢી, તન્જિલા  ટ્રેડિંગ કંપની, ગોલ્ડ ટ્રેડિંગ કંપની તથા કરન્સી ટ્રેડિંગ નામની જુદી જુદી પેઢીઓ ઊભી કરીને નાણા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. અને તમામ પૈસા  દુબઈમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

તેઓ દુબઈથી પણ અન્ય ખાડીના દેશોમાં ભાગતા ફરતા હતા, અને બંને સામે ભારત સરકાર દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરી દેવામાં આવી હતી. ઉપરોક્ત દંપતિ સુદાન નજીકના એક દેશથી હવાઇ માર્ગે દિલ્હી આવી રહ્યા છે, તેવી માહિતી મળતાં જામજોધપુરના પી.એસ.આઇ એમ. જી. વસાવા તેમજ સ્ટાફના પ્રજ્ઞરાજસિંહ જાડેજા અને માનસિંગભાઈ ઝાપડિયા સહિતની પોલીસ ટુકડી તાત્કાલિક અસરથી દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી, અને ભારતમાં ઉત્તરનાર દંપતિ નિજાર આડતિયા અને તન્જિલા આડતિયા ની અટકાયત કરી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.