Abtak Media Google News

પુરવઠા વિભાગે મારૂતી પેટ્રોલીયમ અને બજરંગ  ટ્રેડીંગમાં દરોડો પાડી બાયોડીઝલ ગણી રૂ.1.26 કરોડનો જથ્થો સીઝ કરી નિકાલ કરતા પેઢીના સંચાલકે દાદ માંગી ‘તી

શહેરની મારૂતી પેટ્રોલીયમમાથી અને બજરંગ ટ્રેર્ટીંગમાંથી રૂ.1,26 કરોડનો જથ્થો બાયોડિઝલ ગણી  પુરવઠો સીઝ કરેલી બંને પેઢીઓનો જથ્થો  ક્લેકટરે  કરેલા બંને પૈકીઓ વિરૂધ્ધના હુકમો  સેસન્સ જજ દ્વારા સ્થગીત  કરતો હુકમ કર્યા છે.

વધુ વિગત મુજબ અમદાવાદ હાઈવે પર માલીયાસણ ગામ પાસે  ભરત વશરામભાઈ રામાણીની મારૂતી પેટ્રોલીપમ પેઢીમા અને ધમલપર ગામે ઈન્ડસ્ટ્રીયલ પાર્કમા દિપેશભાઈ  મહેતાની બજરંગ ટ્રેડીંગ પેઢી એક જ દિવસે રાજકોટ પુરવઠા  ટીમે દરોડો પાડી માલીકોની ગેરહાજરીમા  પેઢીઓમાંથી  બાયોડિઝલ ગણી જથ્થો સીઝ કરવામા આવેલો હતો.  બાદ રાજકોટના જીલ્લા કલેકટર ધ્વારા બંને પેઢીઓની મળી 2મ રૂ.1,26કરોડનો બાયોડિઝલનો જથ્થો  ખાલસા કરવાના બે અલગ અલગ હુકમો ફરમાવેલો હતા,

ઉપરોક્ત હૂકમોથી નારાજ થઈ બંને પેઢીઓના માલીકોએ એડવોકેટ સુરેશ ફળદુ મારક્ત રાજકોટની સેસન્સ અદાલતના અપીલો દખલ કરી તેની સાથે બંને હુકમો સ્થગીત ક2વા અલગ થી માંગણી કરી રજુઆતો કરવામા આવેલી કે સરકારી તંત્રો સત્યના મુળ સુધી પહોચ્યા વગર સત્તાનો દુરઉપયોગ કર્યો છે. હાલના બે વેપારીઓને  અધીકારીઓ ધ્વારા બંનેને ખુલાસો કરવાની તક આપવામા આવેલી નથી જે તમામ પુરાવા વેપારી પાસે હતા તે કલેક્ટર સમક્ષ રજુ પણ કરેલા હતા છતા રેકર્ડપરની હકીક્તોથી વિપરીત અને પ્રસ્થાપીત થયેલા માર્ગદર્શક સીધ્ધાંતો વિરૂધ્ધ ફરમાવેલ બંને હુકમો પ્રથમ દષ્ટીએ  રેકડેપરની હકીકતોથી વિરૂધ્ધના સેવાનું ફલીત થતુ હોય, બંને અપીલો મંજુર થઈ શકે તેવા ઉજળા સંજોગો હોય ત્યારે  ક્લેકટર ધ્વારા ફરમાવેલા બંને પેઢીના જથ્થા  ખાલસા ક2વાના હુકમો સ્થગીત કરવામા નહી આવે તો થયેલ હુકમોના આધારે બંને જથ્થાનો નીકાલ કરી નાખવામા આવશે અને તો બંને પેઢીને  આર્થીક નુકશાનીનો સામનો કરવો પડશે બને અપીલો ચાલતા દરમીયાન કલેક્ટરના બંને હૂકમો સ્થગીત કરવા  દલીલ કરવામા આવી હતી.

ઉપરોકત બન્ને પક્ષે ની રજુઆતો રેકર્ડ ઉપરનો દસ્તાવેજી પુરાવો લક્ષ લેતા સામાવાળાઓને નોટીસો બળી જતા કલેકટર કચેરી તરફથી ચુટણી સબબ કાર્યવાહીમાં રોકાયેલા હોવાથી મુદતની માંગણી કરેલી અને સરકાર તરફે હાલના તબકકે અરજી અન્વયે કોઈ હુકમ થઇ શકે નહી વિગેરે રજુઆતો ધ્યાને લઇ બાયોડિઝલનો જથ્થો રાજયસાત કરવાના કલેકટરના બને હુકમો સ્થગીત કરવાનો  હુકમો ફરમાવેલો છે.

ઉપરોક્ત મારૂતી પેટ્રોલીયમ અને બજરંગ ટ્રેડીંગ બંને પેઢીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, ભાવીક ફેફર, કિશન માંડલીયા, મીહીર દાવડા તથા મદદમા યુવરાજ વેકરીયા, જય પીઠવા, ની2વ દોંગા, કેતન પરમાર, પ્રીન્સ રામાણી, ભરત વેકરીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.