Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા વર્ગ-4 ના મજુરોની લાયકાત અને અનુભવતા આધારે મજુરમાંથી પટ્ટાવાળા તરીકે બઢતી આપવા યોગ્ય કાર્યવાહી કરીને તેમને ન્યાય આપવો જોઇએ. મજુરમાંથી પટ્ટાવાળા તરીકે યોગ્યતા ધરાવતા હોય તેમના માટે એક પરિપત્ર જાહેર કરી પ્રમોશન માટેની જે પ્રક્રિયા, નીતી નિયમો હોય તે મુજબ કાર્યવાહી હાથ ધરી આગળની કામગીરી પૂર્ણ કરવી જોઇએ. ભુતકાળમાં પણ આવી જ રીતે પરિપત્ર દ્વારા પ્રમોશન આપવામાં  આવેલ છે.

Advertisement

ઝોનલ ઓફીસરની પોસ્ટ રદ કરી નાખેલ હતી. જે પોસ્ટ એસ.ઓ. તરીકે નામ ફેરબદલ કરીને ફરી ઉ5સ્થિત શા માટે કરવામાં આવેલ અને પરીક્ષા કે ઇન્ટરવ્યુ વગર સીધા જ એસ.ઓ. બનાવી દીધાતો કર્મચારી મજુરમાંથી પટ્ટાવાળા બને તેમાં તેમનું શું વાધો હોય શકે શું મજુર ને જીંદગીભર મજુર બનીને જ રહેવાનું આ માનસીકતા ધરાવતા આગેવાનો શોષણ યુકત વગ વિગ્રહ ઉત્પન કરવાની યુનિયન દ્રષ્ટિ રાખે છે, હાલમાં વર્ગ-4 ના લાગવગ વાળા કર્મચારીઓ ટેબલ વર્ક કરે છે. હિસાબ કિતાબ રાખે છે. સુપરવાઇઝીંગ કરે છે અને સારી કામગીરી કરે છે. મજુર માંથી પટ્ટાવાળાનું પ્રમોશન લાયકાત અને અનુભવને આધારે મળવા પાત્ર બને છે આ અંગે ગંભીરતા પૂર્વક વિચારણા કરીને વર્ગ-4 ના મજુરોને ન્યાય આપવો  જોઇએ એવી અમારી માંગણી છે. રાજકીય ઓથ ધરાવતા એક જ યુનિયન ને અગ્રતા આપવી નિર્ણય ન થાય સામુહિક પ્રશ્ર્નો માટે દરેક યુનિયનના પ્રતિનિધિનો મત પણ લેવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.