Abtak Media Google News

કોમ્પ્યુટર વેપારી ભાઇઓ વચ્ચે આત્મીયતા કેળવાઇ તે હેતુથી આયોજન: ૬ ટીમો વચ્ચે ખરાખરીનો ખેલ જામશે: લાઇવ કોમેન્ટ્રી અને ઉત્સાહ વધારવા ડી.જે.નું આકર્ષણ: આયોજકો અબતકના આંગણે

રાજકોટ કોમ્પ્યુટર્સ ટ્રેડર્સ એસોસીએશન આરસીટીએ અંતર્ગત તા. ૧૮-૫ ને શનિવારે અતિ ભવ્ય કે એન્ડ નાઇટ દિવ્યાંગ ઇન્ફોવર્લ્ડ આરસીટીએ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું જાજરમાન આયોજન સીઝન્સ રીર્સોટ, અવધ કલબ રોડ ખાતે કરવામાં આવેલ છે. કોમ્પ્યુટર વેપારીભાઇઓ આત્મીયતા કેળવાય તે હેતુ થી અલગ અલગ ૬ ટીમનું જેવી કે ટીમ મીરેકલ એકાઉન્ટીંગ સોફટવેર, ટીમ કોન્કોર્ડ પેરીફેરલ્સ, ટીમ કુબેર એકાઉન્ટીંગ સોફટવેર, ટીમ એનીવે આઇટ સોલ્યુસન્સ ડેલ લેપટોપ, ટીમ આલોક ફન્ફોકેર, આર.કે. ઇન્ફોટેક (લીનોવો) અને ટીમ ઓ.એ.કે. ઇન્ફોટેક (લીનોવો) અને ટીમ ઓ.એ.કે. ટેકનોલોજીસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે.

આ ટુર્નામેન્ટના સ્પોન્સર્સ માં મેઇન સ્પોન્સર કલ્પેશભાઇ રૂઘાણી દિવ્યાંગ ઇન્ફો વર્લ્ડ  પ્રાઇવેટ લીમીટેડ તથા કો-સ્પોન્સર્સ અથે સીસ્કોમ પ્રાઇવેટ લીમીટેક, હરીવલ્લભ ઇનફ્રોકોમ અને નેશ ઇનફોટેક પ્રાઇવેટ લીમીટેડનો સિંહફાળો છે. તેમજ ખેલાડીઓ તથા ટીમને પ્રોત્સાહીત કરવા માટે ઇનામો આપવાના સ્પોન્સર્સ રાપુ પેરીફેરલ્સ, ટીવીએસસી, ઇલેકટ્રોનીકસ ઓમકાર સોફટવેર એન્ડ સીસ્ટમ, લેપટોપ ઝોન, ફેનીકસ ઇન્ફોકોમ, મહાવીર કોમ્યુનીકેશન અને કે-૧૭ સીકયુરીટી લાઇમ લાઇટ ઇનફોટેક તરફથી શીલ્ડ એનાયત કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટનું લાઇવ પ્રસારણ તા.૧૮ ને શનિવારે સાંજના પ વાગ્યાથી યુ ટયુબ દ્વારા કરવામાં આવશે જેમાં યુ-ટયુબ  ઉપર ચેનલનું નામ આરસીટીએ રાજકોટ છે. આ ટુર્નામેન્ટમાં લાઇવ કોમેન્ટ્રી તેમજ ઉત્સાહ વધારવા ડી.જે. નું પણ આયોજન કરેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રેસીડેન્ટ કેતન દોશી (મો. ૯૩૨૭૧ ૧૩૨૪૫) ચેરમેન પ્રફુલ્લ દેસાઇ, વાઇસ ચેરમેન ભાવીન ગાઠાણી, વાઇસ પ્રેસીડેન્ટ શૈલેષ પોષીયા, સેક્રેટરી કીરીટ ઓગાણજા, ટ્રેઝરર ચેતન વખારીયા, જોઇન્ટ સેક્રેટરી કૌશિક પરીખ તેમજ પ્રોજેકટ ટીમ દર્શન ડોડીયા, ભાવેશ મારકણા, મેહુલ અજમેરા તેમજ કારોબારી ખુબ જ જહેમત ઉપાડી કાર્યક્રમને સફળ બનાવવામાં કામે લાગેલ છે.

આ સિવાય આરસીટીએ પૂરા વર્ષ દરમ્યાન અલગ અલગ કાર્યક્રમ જેવા કે મા-બાપ ને ભૂલશો નહી જાન્ના, મેડીકલ ચેક-અપ કેમ્પ, દેશભકિતને લગતા કાર્યક્રમ, સ્વચ્છ  ભારત અભિયાન, મેમ્બર્સ માટે બીઝનેશ ડેવલપમેનટ તથા ફેમીલી મેમ્બર્સ ના ડેવલોપમેન્ટ માટેના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા આયોજકોએ ‘અબતત’ ની શુભુેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.