Abtak Media Google News
  • રણજી ટ્રોફીની મેચ રમીને અગરતલાથી પરત ફરી રહ્યો હતો કર્ણાટકનો ટીમનો સુકાની અગરવાલ

ભારતીય બેટ્સમેન મયંક અગ્રવાલને આઈસીયુમાં દાખલ કરાયો હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, મયંક અગ્રવાલને રણજી મેચ બાદ પ્લેનમાં ચડતી વખતે ગળામાં તકલીફ થઈ હતી. કર્ણાટક ક્રિકેટ ટીમના કેપ્ટન મયંક અગ્રવાલને તાત્કાકિલ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. ત્રિપુરાની રાજધાની અગરતલામાં રણજી ટ્રોફી મેચ રમીને પરત ફરી રહેલા મયંકને પ્લેનમાં ચડતાની સાથે જ મોં અને ગળામાં તકલીફ થઈ હતી.

કર્ણાટકના અનુભવી ઓપનર અને કેપ્ટન મયંક અગ્રવાલ જ્યારે સોમવારે રણજી ટ્રોફીની મેચ રમીને અગરતલાથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પર  ફ્લાઈટમાં ચડતી વખતે તેની તબિયત બગડી ગઈ. તેના મોંઢા અને ગળામાં તકલીફ થવા લાગી હતી. તેને તરત અગરતલાની હોસ્પિટલમાં દાખલ કરાયો. મયંકને હાલ જો કે કોઈ જોખમ નથી અને તેની સ્થિતિ પહેલા કરતા સારી છે. મળતી માહિતી મુજબ મયંકે પાણી સમજીને અજાણ્યું દ્રવ્ય પી લીધું હતું અચાનક તબિયત લથડતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઈન્ડિગો તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ અગરતલાથી દિલ્હી માટે ઉડાન ભરનારી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6ઈ5177 એ વિમાનમાં એક ઈમરજન્સી મેડિકલ સ્થિતિને કારણે મૂળ સ્થાન પર પાછા ફરવું પડ્યું હતું. વિમાને સાંજે 4.20 વાગે ફરીથી ઉડાણ ભરી હતી. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી સચિવ વાસુદેવ ચક્રવર્તીએ મયંક અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું કે મને ફોન આવ્યો કે મયંક અગ્રવાલને ઈમરજન્સીમાં દાખલ કરાયો છે. મયંકે એક બોટલમાંથી પાણી સમજીની કઈક પી લીધુ અને ત્યારબાદ તેને સોજા મહેસૂસ થયા. આ કઈક એસિડ જેવું હતું. હોસ્પિટલ પહોંચીને જોયું તો તેનો ચહેરો સૂજી ગયો હતો અને તે બોલી શકતો નહતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.